survey/ લોકસભાની આગામી ચૂંટણીમાં આ ચાર રાજ્યમાં જાણો કોને કેટલી બેઠક મળશે,સર્વમાં આ પાર્ટીનું પલ્લું ભારે !

દેશમાં આગામી લોકસભાની ચૂંટણીમાં હવે વધુ સમય બાકી નથી. જેને જોતા તમામ મુખ્ય પક્ષોએ તૈયારીઓ તેજ કરી દીધી છે

Top Stories India

દેશમાં આગામી લોકસભાની ચૂંટણીમાં હવે વધુ સમય બાકી નથી. જેને જોતા તમામ મુખ્ય પક્ષોએ તૈયારીઓ તેજ કરી દીધી છે. ભાજપ સામે એક થઈને લડવાના હેતુથી વિરોધ પક્ષોએ મહાગઠબંધન કર્યું છે. જ્યારે એનડીએનું કુળ પણ વધી રહ્યું છે. આવા રાજકીય માહોલ વચ્ચે લોકસભાની ચૂંટણીને લઈને એક સર્વે કરવામાં આવ્યો છે.

આ સર્વે ટાઇમ્સ નાઉ અને ઇટીક્યુ દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં 1 લાખ 35 હજાર લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા છે. આ સર્વે 22 એપ્રિલથી 15 જૂન વચ્ચે કરવામાં આવ્યો છે. આ સર્વે રાજ્યવાર લોકસભા બેઠકો પર કરવામાં આવ્યો હતો. જેના પરિણામો ખૂબ જ ચોંકાવનારા આવ્યા છે.

સર્વેમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે મહારાષ્ટ્રમાં કઈ પાર્ટીને કેટલી સીટો મળી શકે છે. સર્વે અનુસાર મહારાષ્ટ્રમાં ભાજપને 22 થી 28 સીટો મળવાની સંભાવના છે. MVA (NCP-શરદ પવાર જૂથ, કોંગ્રેસ અને શિવસેના UBT) વિશે વાત કરતી વખતે, મહા વિકાસ અઘાડીને 18 થી 22 બેઠકો મળી શકે છે. એકથી બે સીટ અન્યના ખાતામાં જઈ શકે છે. મહારાષ્ટ્રમાં લોકસભાની કુલ 48 બેઠકો છે.

સર્વેમાં રાજસ્થાન વિશે પણ સવાલ પૂછવામાં આવ્યો હતો. સર્વે અનુસાર રાજસ્થાનની કુલ 25 લોકસભા સીટોમાંથી ભાજપને 20-22 સીટો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 3-5 બેઠકો મળવાની શક્યતા છે. અન્યને 0-1 બેઠકો ગુમાવવી પડી રહી છે. સર્વે અનુસાર રાજસ્થાનમાં ભાજપને 51%, કોંગ્રેસને 39% અને અન્યને 10% વોટ શેર મળી શકે છે.

મધ્યપ્રદેશની લોકસભા સીટોને લઈને પણ એક સર્વે કરવામાં આવ્યો છે. સર્વે મુજબ એમપીની 29 લોકસભા સીટોમાંથી ભાજપને 22-24 સીટો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 5-7 બેઠકો મળવાની સંભાવના છે. અન્યના ખાતામાં ઝીરો સીટ જતી જોવા મળી રહી છે. સર્વે અનુસાર ભાજપને 53%, કોંગ્રેસને 39% અને અન્યને 8% વોટ શેર મળી શકે છે.

આ સર્વેમાં પશ્ચિમ બંગાળની સીટોને લઈને પણ સવાલો પૂછવામાં આવ્યા હતા. સર્વે મુજબ બંગાળની 42 લોકસભા સીટોમાંથી ટીએમસીને 20-22 સીટો મળવાની સંભાવના છે. જ્યારે 18-20 બેઠકો ભાજપના ખાતામાં જતી જોવા મળી રહી છે. જ્યારે CPIMને 1-2 બેઠકો, કોંગ્રેસને 1-2 બેઠકો અને અન્યને શૂન્ય બેઠકો મળવાની શક્યતા છે.