Ahmedabad News : અમદાવાદ પ્લેન ક્રેશમાં એરહોસ્ટેસ અપર્ણાનું મોત નીપજ્યુ હતું. બાદમાં તેના પાઇલોટ પતિએ ઇયરિંગ્સ, હેર કલર અને નેઇલ પોલિશથી પત્નીની ઓળખ સ્થાપિત કરી હતી.ગત 12 જૂન, 2025ના રોજ બપોરે 1.38 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરનારી એર ઇન્ડિયાની ફ્લાઇટ નં.171 1.40 વાગ્યે અમદાવાદના ઘોડાકેમ્પ પાસે ક્રેશ થઈ ગઈ હતી. આ ફ્લાઇટમાં સવાર 242 મુસાફરમાંથી 241ના મોત થઈ ગયા છે. જેમાં બે પાઇલટ અને 10 ક્રુ મેમ્બરનો સમાવેશ થાય છે.
આ ફ્લાઇટમાં અપર્ણા અમોલ મ્હાડિક નામની એરહોસ્ટેસ પણ હતી. પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલી મુંબઈની એર હોસ્ટેસ અપર્ણાની ડેડબોડીની ઓળખ માટે તેમના પતિ અમોલ મહાડિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ આવ્યા હતા.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા મનીષ સુતરિયા હાલ પોસ્ટમોર્ટમ રૂમમાં ફરજ બજાવે છે. તેમણે જણાવ્યું કે, મારા માસીનો દીકરો મુંબઈ રહે છે અને તેની કંપનીના ડાયરેક્ટર દ્વારા અમોલની પત્ની અંગે જાણ મેળવવા કહ્યું હતું. તેમજ તેમના પતિને પોસ્ટમોર્ટમ રૂમમાં લઈ ગયો,
જ્યાં તેણે ડેડબોડીની ઓળખ યુનિફોર્મ, બ્રાઉન હેર અને નેઇલ પોલિશથી ઓળખ કરી હતી.અપર્ણા અને તેના પાઇલોટ પતિ ગુડગાંવના રહેવાસી છે અને સંતાનમાં 8 વર્ષની એક દીકરી છે. ગુરુવારે 40 વર્ષીય અપર્ણા લંડન જવાની હતી. જ્યારે તેનો પતિ અલગ ફ્લાઇટમાં હતો.અપર્ણા મહાડિક એનસીપીના સાંસદ સુનીલ તટકરેની નાની બહેનની પુત્રવધુ છે. તટકરેએ જણાવ્યું કે, અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલી સિનિયર ક્રૂ મેમ્બર અપર્ણા મહાડિક મારી સંબંધી છે.
આ પણ વાંચો:અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબોની ટીમ ખડેપગે
આ પણ વાંચો:PM નરેન્દ્ર મોદી વિમાન અકસ્માતમાં મુસાફરોના મોત પર શોક વ્યક્ત કર્યો
આ પણ વાંચો:અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના: પોલીસ પરિવારજનોની કરી રહી છે સેવા
