Not Set/ હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં આગામી બે દિવસમાં પડી શકે છે ભારે વરસાદ

રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગઇ કાલે રાજ્યનાં ઘણા વિસ્તારોમાં મેઘરાજાની મહેર જોવા મળી હતી. આજે સવારે રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં સામાન્ય વરસાદ પડ્યો હતો. અહી સમગ્ર આકાશ વાદળોથી ભરાઇ ગયુ હતુ, જો કે થોડો સમય વરસાદ પડ્યા બાદ આકાશમાંથી વાદળો છૂટા થઇ ગયા હતા અને વરસાદ […]

Top Stories Gujarat

રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગઇ કાલે રાજ્યનાં ઘણા વિસ્તારોમાં મેઘરાજાની મહેર જોવા મળી હતી. આજે સવારે રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં સામાન્ય વરસાદ પડ્યો હતો. અહી સમગ્ર આકાશ વાદળોથી ભરાઇ ગયુ હતુ, જો કે થોડો સમય વરસાદ પડ્યા બાદ આકાશમાંથી વાદળો છૂટા થઇ ગયા હતા અને વરસાદ બંધ થઇ ગયો હતો. વળી જો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો અહી પણ ભારે વરસાદ પડવાની આગાહી છે.

ગુજરાત રાજ્યમાં મેધરાજાનું એકવાર ફરી આગમન થઇ ચૂક્યું છે. જેના કારણે જગતનાં તાત એવા ખેડ઼ૂતોએ રાહત અનુભવી છે. મેઘરાજાએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ધમરોળ્યા બાદ મેઘરાજા ઉત્તર ગુજરાત પણ પહોંચી ગયા છે. દક્ષિણ ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. વરસાદનાં કારણે કપાસ, મગફળી, સહીતનાં પાકોને નવજીવન મળ્યું હતું.

ઉત્તર ગુજરાતમાં વરસાદી એન્ટ્રીની વાત કરીએ તો રવિવારની મોડી રાત્રેથી અહી વરસાદ પડી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા જિલ્લાનાં અનેક તાલુકામાં વરસાદ થયો હતો. અરવલ્લીમાં ગાજવીજ સાથે ખાબકેલા વરસાદનાં પગલે 3 તાલુકામાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો હતો. અરવલ્લીના બાયડ, માલપુર, મોડાસામાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

બીજી તરફ નર્મદામાં સરદાર સરોવરની જળસપાટીમાં વધારો જોવા મળ્યો છે. 24 કલાકમાં 23 સે.મી.નો વધારો નોંધાયો છે. હાલમાં ડેમની સપાટી 121.70 મીટર પર છે. જ્યારે ઉપરવાસથી પાણીની આવક 32874 ક્યુસેક છે. જ્યારે સિંચાઇ માટે 9207 ક્યુસેક પાણીને છોડવામાં આવ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.