Cold in Gujarat/ અમદાવાદ સહિત રાજ્યમાં કડકડતી ઠંડી, નલિયા સૌથી ઠંડુગાર, હવામાન વિભાગે કરી આ આગાહી

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડિ રહી છે.રાજ્યમાં ઠંડીનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે જેના લીધે લોકો બિનજરૂરી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે

Top Stories Gujarat
cold in gujarat

રાજ્યમાં 2.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર (cold in gujarat)
અમદાવાદમાં લઘુત્તમ 9.7 ડિગ્રી તાપમાન
નવ શહેરોમાં 10 ડિગ્રીથી નીચું તાપમાન
રાજ્યમાં પાંચમા દિવસે ઠંડીનું જોર યથાવત
આવતીકાલથી ઠંડીમાં થશે ઘટાડો
કાલથી લઘુ.તાપમાન 3 ડિગ્રી સુધી વધી શકે
ઠંડીમાં આંશિક ઘટાડાની હવામાન ખાતાની આગાહી

cold in gujarat:   ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડિ રહી છે.રાજ્યમાં ઠંડીનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે જેના લીધે લોકો બિનજરૂરી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. રાજ્યમાં સૌથી વધારે ઠંડુગાર નલિયા છે, આજે નલિયામાં પારો ગગડતા નલિયામાં હાડ થીજવતી ઠંડી પડિ રહી છે. નલિયામાં 2.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ઉલ્લેખનીય છે કે મેટ્રો સીટી અમદાવાદમાં (cold in gujarat) પણ પવન સાથે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 9.7 ડિગ્રી નોંધાયું છે, ઠંડીનો પારો ગગડતા લોકો તાપણી કરતા જોવા મળી રહ્યા છે. વહેલી સવારે અને સાંજે નવ વાગ્યા બાદ બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. રાજ્યમાં નવ શહેરોમાં તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલે ઠંડીમાં આંશિક રાહત મળશે,તાપમાન વધવાની સંભાવના છે. આવતીકાલે તાપમાન 3 ડિગ્રી સુધી વધી શકે છે.

નોંધનીય છે કે (cold in gujarat) હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આવતીકાલે તાપમાન  વધશે જેના લીધે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટશે અને આંશિક રાહત મળશે. ઉલ્લેખનીય છે કે દિલ્હી-એનસીઆરમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે. ધુમ્મસ બાદ હવામાન ચોખ્ખું થઈ ગયું છે, પરંતુ હજુ પણ કાતિલ ઠંડીના કારણે લોકોની મુશ્કેલી ઓછી થઈ નથી. દિલ્હીમાં સ્થિતિ એવી છે કે કેટલીક જગ્યાએ પારો 1 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. હવામાન વિભાગે હવે 21 જાન્યુઆરીથી વરસાદની આગાહી કરી છે. હવે લોકોના મનમાં પ્રશ્ન છે કે જાન્યુઆરી અડધી વીતી ગયા પછી પણ ઠંડીથી રાહત ક્યારે મળશે. ભારતીય હવામાન વિભાગ (IMD) કહે છે કે દિલ્હી સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી સપ્તાહમાં 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ અને કરા પડી શકે છે.

વળતર/નેપાળ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારજનોને CM યોગી આદિત્યનાથે વળતર આપવાની કરી જાહેરાત