Not Set/ ફત્તેવાડી કેનાલની પાળો ખેડૂતોએ જાતે બાંઘી

અમદાવાદ, વિકાસની વાતો કરતી સરકારના વાયદા કયાક પોકળ સાબિત થતા હોય તેવી હકીકતના દ્રશ્યો ફતેપુરા કેનાલ ખાતે જોવા મળી રહયા છે. છેલ્લા કેટલાક સમયથી અહીના ખેડૂતો પાળ બાંઘવાની સમસ્યાથી પરેશાન છે ને તંત્ર કુંભ કરણની નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. થોડા સમય પહેલા ફતેપુરાના ખેડૂતો તેમના મહામૂલા પાકને બચાવવા માટે પાણીની માંગ કરી રહ્યા […]

Gujarat
ahmedabadaa ફત્તેવાડી કેનાલની પાળો ખેડૂતોએ જાતે બાંઘી

અમદાવાદ,

વિકાસની વાતો કરતી સરકારના વાયદા કયાક પોકળ સાબિત થતા હોય તેવી હકીકતના દ્રશ્યો ફતેપુરા કેનાલ ખાતે જોવા મળી રહયા છે. છેલ્લા કેટલાક સમયથી અહીના ખેડૂતો પાળ બાંઘવાની સમસ્યાથી પરેશાન છે ને તંત્ર કુંભ કરણની નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે.

થોડા સમય પહેલા ફતેપુરાના ખેડૂતો તેમના મહામૂલા પાકને બચાવવા માટે પાણીની માંગ કરી રહ્યા હતા. સાણંદ, બાવળા, દસક્રોઇ તાલુકાના અનેક ગામો જેમાં ખાસ કરીને છેવાડાના ગામોમાં પાણી નહોતુ મળી રહ્યુ. જેના કારણે હજારો હેકટર જમીનમાં ડાંગર અને ઘઉંનો પાક મુરઝાવા લાગ્યો હતો.

જેથી ખેડૂતોએ લોહી સીંચીને તૈયાર કરેલો પાક મરે નહીં તે માટે અંતે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યુ હતું. જે આંદોલન દરમિયાન સરકારે તબક્કાવાર પાણી છોડવાની શરૂઆત કરી હતી. અંતે 550 ક્યૂસેક પાણી છોડાયુ હતું. સાથેજ પાળ બાંઘવાની કામગીરી કરવામાં આવી હતી.

amdavada ફત્તેવાડી કેનાલની પાળો ખેડૂતોએ જાતે બાંઘી

પરંતુ છેલ્લા કેટલાક દિવસથી આ પાળ ટૂટી ગઇ છે. તંત્રને અનેક વાર રજૂઆત કરવામાં આવી પણ સકારાત્મ જવાબ ન મળતા ફરી  ખેડુતો ભેગા થયા હતા. મિડિયામાં આ સમાચાર ફરતા થયાને તરત સ્થળ પર અઘિકારીઓ આવ્યા અને તુરંત કામગીરી હાથ ઘરી હતી. ખેડુતો દેવા કરીને ડાંગરના પાકની વાવણી કરી છે. પોતાના પાકને બચાવવા હાલ ખેડુતો મહેનતે લાગ્યા છે. ત્યારે હવે તંત્ર કયારે આ લાચાર જગતના તાતની વહારે આવશે તે હવે જોવુ રહ્યું.