મુંબઈ/ પોર્ન ફિલ્મો બનાવવાના આરોપમાં શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુન્દ્રાની ધરપકડ

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનાં પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની મુશ્કેલીઓ વધી ગઈ છે. સોમવારે ક્રાઇમ બ્રાંચની ટીમે એક કેસમાં રાજ કુંદ્રાની ધરપકડ કરી છે.

Top Stories Trending
1 25 પોર્ન ફિલ્મો બનાવવાના આરોપમાં શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુન્દ્રાની ધરપકડ

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનાં પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની મુશ્કેલીઓ વધી ગઈ છે. સોમવારે ક્રાઇમ બ્રાંચની ટીમે એક કેસમાં રાજ કુંદ્રાની ધરપકડ કરી છે. અશ્લીલ ફિલ્મ બનાવવાની અને તેને એપ દ્વારા લોકોને બતાવવાના મામલે રાજ પર આ કાર્યવાહી કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાંચનો દાવો છે કે રાજ આ કેસમાં મુખ્ય ષડયંત્રકાર છે. ઉપરાંત, તેની પાસે આ સંદર્ભમાં પૂરતા પુરાવા છે.

ફોન હેકિંગ મામલે / પેગાસસ મામલે ઇઝરાયલ કંપનીએ ફોન હેકિંગના અહેવાલોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા

શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુંદ્રાને સોમવારે રાત્રે મુંબઇ પોલીસની ક્રાઈમ બ્રાંચની ટીમે પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરી છે. તેના પર પોર્ન મૂવીઝ બનાવવાનો અને તેને એપ્સ પર અપલોડ કરવાનો આરોપ છે. મુંબઈ પોલીસ કમિશનરે કહ્યું કે, આ વર્ષે ફેબ્રુઆરીમાં મુંબઇ ક્રાઇમ બ્રાંચમાં અશ્લીલ ફિલ્મો બનાવવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ ફિલ્મો કેટલીક એપ્સ દ્વારા બનાવવામાં અને પ્રકાશિત કરવામાં આવે છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. કમિશનરે કહ્યું કે, તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે આ રેકેટનો મુખ્ય આરોપી રાજ કુંદ્રા છે. પોલીસને તેની સામે ઘણા નક્કર પુરાવા મળ્યા છે. જે બાદ સોમવારે તેની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

ચેતવણી / WHOની ચેતવણી ડેલ્ટા વેરિયન્ટ ટૂંક સમયમાં વૈશ્વિક સ્તરે મહત્વનો કોરોના સ્ટ્રેન બનશે

મળતી માહિતી મુજબ રાજ કુંદ્રાનું નિવેદન સૌ પ્રથમ સોફ્ટ પોર્નોગ્રાફી કેસમાં મહારાષ્ટ્ર સાયબર સેલ દ્વારા લેવામાં આવ્યું હતું. સાયબર સેલે આ વર્ષે 26 માર્ચે આ જ કેસમાં એકતા કપૂરનું નિવેદન લીધું હતું. અગાઉ, શર્લિન ચોપરા અને પૂનમ પાંડેએ મહારાષ્ટ્ર સાયબર સેલને નિવેદન આપ્યું હતું કે, રાજ કુન્દ્રા જ તેમને Adult Industry માં લાવ્યા છે. તેણે શર્લિન ચોપરાને દરેક પ્રોજેક્ટ માટે 30 લાખ રૂપિયા ચૂકવ્યા છે. શર્લિને રાજ કુન્દ્રા સાથે આશરે 15 થી 20 આવા પ્રોજેક્ટ કર્યા છે. રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. જણાવી દઇએ કે, આ વર્ષે ફેબ્રુઆરીમાં સાગરિકા શોના સુમન નામની મોડેલે અશ્લીલ વીડિયો કેસમાં વાત કરતા શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુંદ્રાની ધરપકડ કરવાની માંગ કરી હતી, ત્યારે તેણે કહ્યું હતું કે તે પણ આ રેકેટનો એક ભાગ છે. સાગરિકાએ આરોપ લગાવ્યો હતો કે રાજ કુંદ્રાની કંપનીએ લોકડાઉનમાં વેબ સીરીઝ બનાવવાની ઓફર કરી હતી. જેના માટે ઓડિશન તરીકે તેમની પાસેથી ન્યૂડ વીડિયો માંગવામાં આવ્યા હતા.