આપઘાત/ પુત્રના અપહરણની ફરિયાદ કરવા ગયેલી મિસ ઈન્ડિયાની માતાનું પોલીસે કર્યું અપમાન, ફેસબૂક પર લાઈવ કરી આત્મહત્યા

પોલીસ સ્ટેશનમાં થયેલા અપમાન બાદ ઘરે પાછી ફરેલી મહિલાને એટલુ લાગી આવ્યુ હતુ કે, તેણે ફેસબૂક લાઈવ કરીને સુસાઈડ કરી કર્યું હતું.

Top Stories India
A 195 પુત્રના અપહરણની ફરિયાદ કરવા ગયેલી મિસ ઈન્ડિયાની માતાનું પોલીસે કર્યું અપમાન, ફેસબૂક પર લાઈવ કરી આત્મહત્યા

યુપીના બંદામાં પોતાના પુત્રના અપહરણ અંગે રિપોર્ટ લખવા શહેરના કોટવાલીમાં ગયેલી એક મહિલાએ પોલીસના અભદ્ર વર્તનથી દુઃખી થઇને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે તે ઘરે પરત ફરી ત્યારે તેણે ફેસબુક લાઇવ દરમિયાન પોતાનું જીવન ટુંકાવ્યું હતું. મહિલાની એક પુત્રી, રિયા રૈકવર ફેશન મોડેલ છે. તે એક સંસ્થા દ્વારા આયોજિત મિસ ઈન્ડિયા તાજ (ક્રાઉન પ્રિન્સેસ) રહી ચૂકી છે.

પોલીસ સ્ટેશનમાં થયેલા અપમાન બાદ ઘરે પાછી ફરેલી મહિલાને એટલુ લાગી આવ્યુ હતુ કે, તેણે ફેસબૂક લાઈવ કરીને સુસાઈડ કરી કર્યું હતું.આ મહિલાને બે પુત્રીઓ છે , જેમાં એક મોડેલ છે અને ઘણા ફેશન શોમાં ભાગ લઈ ચુકી છે.

આત્મહત્યા કરનાર મહિલાનુ નામ સુધા ચંદ્રવશી રૈકવાર છે.તેમના પુત્ર દિપકનુ શુક્રવારે કેટલાક લોકોએ અપહરણ કર્યુ હતુ.તેમની સામે ફરિયાદ કરવા માટે સુધા ચંદ્રવંશી પોલીસ મથકે ગયા હતા.જોકે પોલીસે ઉલટાની તેમની જ હેરાનગતી કરી હતી.સુધા ચંદ્રવંશીના મોત બાદ તેમના પરિવારજનોએ પોલીસ પર ગુનેગારો સાથે મળીને કામ કરવાનો આરોપ મુક્યો છે.હોસ્પિટલમાં પરિવારજનો અને પોલીસ વચ્ચે ટપાટપી પણ થઈ હતી.

 આરોપ છે કે મૃતકના પુત્રને શોધી કાઢવા અથવા તેના વિષે રિપોર્ટ લ લખવાને બદલે પીડિતાનો ભાઈ દોઢ લાક સુધી લોકઅપમાં બંધ હતો. પોલીસ પર અપહરણકારો સાથે મુલાકાત અને પીડિતાને ત્રાસ આપવાનો આરોપ છે.

પોલીસે આ મામલાની ગંભીરતા પર ઢાંકપિછોડો કરવાના પણ પૂરા પ્રયાસો કર્યા હતા.ઉહાપોહ વધી ગયો છે ત્યારે હવે ઉપરી અધિકારીઓ મામલાની તપાસ કરવામાં આવશે તેવુ કહી રહ્યા છે.