Not Set/ બર્થ ડે પાર્ટી માં ગયેલી બાળકી પર યુવકે ગુજાર્યો દુષ્કર્મ

વાડજ વિસ્તારમાં આવેલા સરકારી મકાનોમાં પોતાની માતા સાથે રહેતી ૧૨ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ ની ઘટના બનતા ચકચાર મચી છે. સોસાયટીમાં રહેતા અન્ય બાળકની બર્થડે હોવાથી તમામ રહીશો ત્યાં એકઠા થયા હતા ત્યારે ત્યાં જ રહેતો હવસખોર બાળકીને જબરદસ્તી ત્યાંથી ઉપાડી ગયો હતો અને ધાબા ઉપર જઈ પોતાની હવસ સંતોષી હતી. આ ઘટનાની વિગત એવી […]

Ahmedabad Gujarat
mmata 140 બર્થ ડે પાર્ટી માં ગયેલી બાળકી પર યુવકે ગુજાર્યો દુષ્કર્મ

વાડજ વિસ્તારમાં આવેલા સરકારી મકાનોમાં પોતાની માતા સાથે રહેતી ૧૨ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ ની ઘટના બનતા ચકચાર મચી છે. સોસાયટીમાં રહેતા અન્ય બાળકની બર્થડે હોવાથી તમામ રહીશો ત્યાં એકઠા થયા હતા ત્યારે ત્યાં જ રહેતો હવસખોર બાળકીને જબરદસ્તી ત્યાંથી ઉપાડી ગયો હતો અને ધાબા ઉપર જઈ પોતાની હવસ સંતોષી હતી.

આ ઘટનાની વિગત એવી છે કે આશા બેન ( નામ બદલેલ છે ) ના લગ્ન ૧૪ વર્ષ અગાઉ થયા હતા પરંતુ, આશરે દસ વર્ષથી પતિ તેમને છોડી જતા તે પોતાની બાર વર્ષીય પુત્રી માહી ( નામ બદલેલ છે ) સાથે વાડજમાં આવેલા સરકારી આવાસના મકાનમાં રહેતા હતા માહી દરરોજ તેની જ ઉમરના બાળક સાથે રમવા જતી હતી. ગુરુવારે સોસાયટીમાં કોઈનો જન્મ દિવસ હતો. જેથી માહી અને તેનો મિત્ર ત્યાં ગયા હતા બાદમાં બંને રમતા હતા ત્યારે અજય રાજારામ મોર્ય નામનો ત્યાં જ રહેતો છોકરો તેમની પાસે આવ્યો હતો અને માહિનું મોં દબાવીને તેને ધાબા ઉપર લઇ ગયો હતો.

જ્યાં તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યો હતો. માહી એ બૂમાબૂમ કરી રડવા લાગતા અજયે આ વાત કોઈને કરવાની નહિ અને કરીશ તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયો હતો. માહી એ રડતા રસ્તા સમગ્ર ઘટના અંગેની માહિતી પોતાની માતાને જણાવતા તેમણે આ મામલે વાડજ પોલીસ મથકમાં આરોપીની સામે ફરિયાદ નોંધાવી હતી.