VADODRA NEWS/ વડોદરામાં આડેધડ ફટાકડા ફોડી વિસ્તારને બાનમાં લીધો

પથ્થરમારાના લાઈવ વીડીયો સામે આવ્યા હતા

Top Stories Gujarat Vadodara

Vadodra News : વડોદરામાં આડેધડ ફટાકડા ફોડીને તોફાની તત્વોએ વિસ્તારને બાનમાં લેતા ભયનો માહોલ છવાયો હતો. વડોદરાના ગોરવા શુભમ પાર્ક સોસાયટીમાં આ ઘટના બની હતી. જેમાં તોફાની તત્વો આડેધડ ફટાકડા ફોડતા હતા. સ્થાનિક લોકોએ આ વિસ્તારમાં આડેધડ ફટાક઼ા ફોડતા તોફાની તત્વોનો વિરોધ કર્યો હતો. જેને પગલે ઉશ્કેરાયેલા તોફાની તત્વોએ મહિલા પર ગાડી ચઢાવી દીધી હતી. જેને કારણે અકળાયેલા સ્થાનિક લોકોએ કાર પર પથ્થરમારો કર્યો હતો.

બીજીતરફ પથ્થરમારાના લાઈવ વીડીયો સામે આવ્યા હતા. આ તોફાની તત્વોએ નશાની હાલતમાં મહિલાઓ પર ફટાકડા ફેંકતા મામલો બિચક્યો હતો. આ ઘટનામાં ત્રણથી ચાર જણાને નાની મોટી ઈજા પહોંચી હતી. તે સિવાય તોફાની તત્વોની કાર પર સાંસદ લખેલું હોવાથી અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. ગોરવા પોલીસે સાંસદ લખેલી કાર કબજે કરીને ત્રણ તોફાનીઓની અચકાયત કરી છે.

ઝડપાયેલા ત્રણેય શખ્સો નશામાં  હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં પીર્વ સાંસદના સંબંધીએ તોફાન મચાવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃભાવનગરમાં પુત્રએ કરી પિતાની હત્યા, રૂપિયા ન આપતા છરીના ઘા ઝીંક્યા

આ પણ વાંચોઃસગો બાપ બન્યો હત્યારો, દીકરીને કૂવામાં નાંખી કરી હત્યા

આ પણ વાંચોઃસાબરકાંઠામાં સ્ટાફ ક્વાટર્સમાં હત્યા અને આપઘાતનો મામલો