Amreli News/ લાઠીમાં સગો બાપ બન્યો હત્યારો, દીકરીને કૂવામાં નાંખી કરી હત્યા

સ્થાનિકોએ ઘટનાની જાણ કરતા પોલીસે કાયદેસર કાર્યવાહી શરૂ કરી હતી.

Top Stories Gujarat

Amreli News: અમરેલીમાં લાઠીના શેખપીપરિયા ગામે સગા બાપે સાડા ત્રણ વર્ષની દીકરીની હત્યા (Murder) કરતા ચકચાર મચી ગઈ હતી. નશાની હાલતમાં દીકરીને કૂવામાં નાંખી પોતે પણ ઝંપલાવ્યુ હતું. સ્થાનિકોએ ઘટનાની જાણ કરતા પોલીસે કાયદેસર કાર્યવાહી શરૂ કરી હતી.

પિતા-પુત્રીનો સંબંધ પવિત્ર, નિર્મળ માનવામાં આવે છે. પિતાનો પુત્રી પ્રત્યેનો પ્રેમ અતુલનીય હોય છે. પરંતુ હવે પિતા જ પુત્રીની સાથે દુર્વ્યવહાર કરતા હોય, અણગમતું વર્તન કે પછી હત્યા જ કેમ ન હોય જેવી પ્રવૃતિ કરી સંબંધોને લાંછન લગાડી રહ્યા છે. અમરેલી જીલ્લામાં લાઠી તાલુકામાં શેખપીપરિયા ગામે દારૂના નશામાં ધૂત પિતાએ જ દીકરીને કૂવામાં નાંખી મારી નાંખી હોવાનું સામે આવતા પરિવારમાં માતમ છવાયો છે. માતા શોકમાં ડૂબી ગઈ છે.

એક જ દિવસમાં લાઠી તાલુકામાં બે બે હત્યાની ઘટના બની હતી. દારૂના નશામાં ચકચૂર પિતાએ પહેલા દીકરીને કૂવામાં નાંખી હતી, બાદમાં પોતે પણ ઝંપલાવ્યું હતું. દીકરી કૂવામાં તળફળિયા મારતી રહી હતી. જોકે, તરતા આવડતા હત્યારો બાપ બહાર નીકળી ગયો હતો.  મનુભાઈ ખોડાભાઈ જોગણીની વાડીએ ભાગીયુ રાખી  બબલુ ભુરજી નામના પરપ્રાંતીય વ્યક્તિ કામ કરતો હતો. તેને દારૂના નશામાં પોતાની ફૂલ જેવી દીકરીની હત્યા કરી નાંખી હતી.

ઘટનાની જાણ થતા લોકોએ પોલીસને બોલાવી હતી. લાઠી પોલીસે ઘટના સ્થળે પહોંચી બાળકીના મૃતદેહને બહાર કાઢી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. 28 તારીખે લાઠીમાં વડાપ્રધાન આવી રહ્યા છે એ પહેલા બે બે હત્યાઓથી તંત્ર દોડતું થયું હોવાનું સ્થાનિકો કહી રહ્યાં છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃનોકરી ન અપાવી કહીને આરોપીએ ધંધુકાની RMS હોસ્પિટલના ટ્રસ્ટીની કરી હત્યા, પોતે ઝેરી દવા પીધી, આરોપીની ધરપકડ

આ પણ વાંચોઃલોધિકા વિદ્યાર્થી આત્મહત્યા કેસ: ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અને બે શિક્ષકો કાયદાના સકંજામાં

આ પણ વાંચોઃહોટલ માલિકની ધોળા દહાડે ગોળી મારી કરી હત્યા, કાવતરૂ રચી ઘટનાને અંજામ અપાયો