Not Set/ 18+ના રસીકરણ માટે રજિસ્ટ્રેશન શરૂ થાય તે પહેલા જ કોવિન સર્વર ડાઉન

રાજ્યમાં પહેલી મેથી 18 વર્ષથી ઉપરના લોકો માટે કોરોનાનું રસીકરણ શરૂ થઈ રહ્યું છે તેના માટે કોવિન પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.  

Top Stories

રાજ્યમાં પહેલી મેથી 18 વર્ષથી ઉપરના લોકો માટે કોરોનાનું રસીકરણ શરૂ થઈ રહ્યું છે તેના માટે કોવિન પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.  જેના માટે આજે 28 તારીખે રજિસ્ટ્રેશન શરૂ થયું ત્યારથી કોવિન પોર્ટલનું સર્વર સવારથી બે વખત ડાઉન થઈ ચૂક્યું છે.

રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થતાં લોડ અચાનક એટલો વધી ગયો કે સર્વર કામ કરી રહ્યું નથી. મોટાભાગના યુઝર્સને એક જવાબ મળી રહ્યો છે કૃપા કરી થોડીકવાર પછી પ્રયાસ કરો.

જ્યારે કેટલાક યુઝર્સ તો આ પોર્ટલ ખુલ્લી જ નથી રહ્યું તેવી ફરિયાદ પણ કરી રહ્યા છે. ઘણી મોટી સંખ્યામાં લોકો દ્વારા રસીકરણ માટે રજીસ્ટ્રેશનનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ કોવિન પોર્ટલનું સર્વર આટલો લોડ ઉઠાવી શકતું નથી અને વારંવાર સર્વર ડાઉન થઈ રહ્યું છે.

18 વર્ષથી 44 વર્ષની વયમર્યાદાના લોકો ખાનગી રસીકરણ કેન્દ્ર ઉપર જઈ પૈસા આપીને પણ રસી મુકાવી શકે છે. કોવિન પોર્ટલ ઉપર જેમનું રજીસ્ટ્રેશન થયું છે તેમને પણ રસીકરણનો ટાઇમ સ્લોટ એલોટ નથી થઇ રહ્યો.