Not Set/ મહુવામાં 94 વર્ષના દાદાએ કોરોનાને હરાવી બન્યા સિકન્દર

‘જો જીતા વહી સિકન્દર ‘ ફિલ્મની માફક મહુવાના આ દાદા 94 વર્ષની વયે પણ કોરોનાને મ્હાત આપી કોરોના જંગના સિકન્દર સાબિત થયા છે. 

Top Stories Gujarat Others Trending

‘જો જીતા વહી સિકન્દર ‘ ફિલ્મની માફક મહુવાના આ દાદા 94 વર્ષની વયે પણ કોરોનાને મ્હાત આપી કોરોના જંગના સિકન્દર સાબિત થયા છે.  હાલમાં રાજ્યમાં ઘાતકી એવા કોરોનાની બીજી લહેર ચાલી રહી છે ત્યારે નાના બાળકો હોય કે મોટી ઉંમર ના વડીલ હોય તે તમામ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. હર ઘર કોરોના જેવી હાલત અત્યારે ગુજરાતની છે. દરેકના મોઢે એક જ વાત છે. મારા ઘરે  અથવા મારા આ સગાને કોરોનાએ થયો છે.

ત્યારે આ તમામ દુખદ સમાચારોની વચ્ચે “રણ વગડામાં એક મીઠી વાવડી’ જેવા સમાચાર એ છે કે મહુવાના 94 વર્ષ ના છગન ભાઈ પ્રાગજી ભાઈ કુભાણીએ કોરોના સામે જંગ જીત્યો છે.  મહુવા સ્વામી નારાયણ એપાર્ટમેન્ટમાં રહે છે. અને  કોરોના ને માત આપવા સફળ થયા છે.

જયારે છગન ભાઈ ને કોરોના ઝપેટમાં આવી ગયા ત્યારે તેને મહુવા ની હનુમત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.  તેમને સતત વેન્ટીલેટર પર રાખવામાં આવેલા હતા.  પણ છગન ભાઈ ના આત્મા વિશ્વાસ મક્કમ હતો એટલે કોરો ના ને માત આપવા મા સફળ થયા  છે.