Not Set/ કુવામાંથી મળી મળ્યો અજાણ્યા ઈસમનો મૃતદેહ, હત્યા કરાઈ હોવાની પોલીસને શંકા

મોરબી, મોરબીના પીપળી ગામ પાસે આવેલા કૂવામાંથી અજાણ્યા પુરુષની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. મોરબી ફાયર બ્રિગ્રેડની ટીમને કોલ મળ્યો હતો કે મોરબીથી જેતપુર જતા રોડ પર આવેલા કૂવામાં અજાણ્યા ઈસમની લાશ મળી આવી છે. ઘટનાની બાતમી મળતા ફાયર બ્રિગ્રેડની ટીમે ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને […]

Gujarat Others

મોરબી,

મોરબીના પીપળી ગામ પાસે આવેલા કૂવામાંથી અજાણ્યા પુરુષની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

મોરબી ફાયર બ્રિગ્રેડની ટીમને કોલ મળ્યો હતો કે મોરબીથી જેતપુર જતા રોડ પર આવેલા કૂવામાં અજાણ્યા ઈસમની લાશ મળી આવી છે.

ઘટનાની બાતમી મળતા ફાયર બ્રિગ્રેડની ટીમે ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને કુવામાંથી બહાર કાઢયો હતો. મૃતદેહ કેટલાય સમયથી કુવામાં પડી રહેવાના કારણે કોહવાયેલી હાલતમાં હતો અને મૃતકના પગ બાંધેલી હાલતમાં હતા.

તેમજ ગળે ફાંસો આપવામાં આવ્યો હતો તેવું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે. પોલીસે આ આત્મહત્યા છે કે હત્યા તેને લઈને લાશને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી.