Not Set/ અમરેલી/ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ કેસૂર ભેડાનો આપઘાત

લીલીયાના સલડી નજીક ત્રિલોક ફૂડ પ્રોસેસ ફેકટરીમાં કયો આપઘાત આર્થિક સંકડામણથી આપઘાત કર્યાની સુસાઇડ નોટમાં ઉલ્લેખ હોવાની ચર્ચા હાલ અમરેલી જિલ્લા પંચાયતન ચાલુ સદસ્ય કેસૂર ભેડાના આપઘાતથી કોંગ્રેસમાં શોકનો માહોલ લીલીયા પંથકમાં આહીર અગ્રણી અને કોંગ્રેસના મોટાગજાના નેતા તરીકે હતા કેસૂર ભેડા સવારે 7 થી 8 વચ્ચે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ અમરેલી જિલ્લા પંચાયતના […]

Gujarat Others
  • લીલીયાના સલડી નજીક ત્રિલોક ફૂડ પ્રોસેસ ફેકટરીમાં કયો આપઘાત
  • આર્થિક સંકડામણથી આપઘાત કર્યાની સુસાઇડ નોટમાં ઉલ્લેખ હોવાની ચર્ચા
  • હાલ અમરેલી જિલ્લા પંચાયતન ચાલુ સદસ્ય કેસૂર ભેડાના આપઘાતથી કોંગ્રેસમાં શોકનો માહોલ
  • લીલીયા પંથકમાં આહીર અગ્રણી અને કોંગ્રેસના મોટાગજાના નેતા તરીકે હતા કેસૂર ભેડા
  • સવારે 7 થી 8 વચ્ચે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ

અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ કેસૂર ભેડાએ આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે.  કેસૂર ભેડાએ લીલીયાના સલડી નજીક ત્રિલોક ફૂડ પ્રોસેસ ફેકટરીમાં આપઘાત કરી લીધો છે. કેસુર ભેઅડા પાસેથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં આર્થિક સંકડામણથી આપઘાત કર્યાની સૂસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે હાલ અમરેલી જિલ્લા પંચાયતના  ચાલુ સદસ્ય કેસૂર ભેડાના આપઘાતથી પરિવાર સહિત ગામમાં શોકનો માહોલ છવાયો છે.

નોધનીય છે કે, હાલ તેઓ જિલ્લા પંચાયતના સભ્ય પણ હતા. લીલીયા પંથકમાં આહીર અગ્રણી અને કોંગ્રેસના મોટાગજાના નેતા તરીકે કેસૂર ભેડાનું નામ હતુ. હાલ આ કેસમાં પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની 

નવી મોબાઇલ એપ્લિકેશન.