Morbi News/ ખોટા દસ્તાવેજ સંદર્ભની અરજીમાં ગુનો દાખલ ન કરવા લાંચ લેનારો મોરબીનો કોન્સ્ટેબલ ઝડપાયો

ACBએ જાળ બિછાવીને 2.35 લાખની લાંચ લેતા ઝડપી લીધો

Gujarat

Morbi News : મોરબીમાં એક વ્યક્તિને ખોટા દસ્તાવેજ સંદર્ભે થયેલી અરજીમાં ગુનો દાખલ ન કરવા માટે મોરબીના એ ડિવીઝન પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે 2.35 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જેમાં એસીબીમાં ફરિયાદ તકચા પોલીસે તેની લાંચ લેતા ધરપકડ કરી હતી.

આ કેસના ફરીયાદીએ તા.૦૬/૦૯/૨૦૨૪ ના રોજ મોરબી જીલ્લાના ગામ નાની વાવડી ખાતે પ્લોટ ખરીદ્યો હતો. જે પ્લોટ બાબતે નગર દરવાજા પોલીસ ચોકી ખાતે ખોટી રીતે દસ્તાવેજ કર્યા બાબતે એક અરજી આવી હતી. જે અરજીમાં ગુનો દાખલ ન કરવા અને આ અરજીના નિકાલ કરવા આ કામનાં આરોપીએ આ કામનાં ફરીયાદી પાસે રૂ.બે લાખ પચાસ હજારની લાંચની માંગણી કરી હતી.

રકઝક્નાં અંતે રૂ.૨,૩૫,૦૦૦/- લાંચની રકમ આપવાનું નક્કી થયું હતું. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદીએ ફરીયાદ આપતા,આજ રોજ લાંચનુ છટકુ ગોઠવતા મોરબી એ ડિવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સટેબલ હિતેષ એસ.મકવાણાએ ફરીયાદી સાથે રૂબરૂમાં હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂ.૨,૩૫,૦૦૦/- લાંચની રકમ સ્વીકારી મોરબીમાં દલવાડી ચાર રસ્તા પાસે રંગે હાથ પકડાઇ ગયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવ્યો

આ પણ વાંચો:BZના મહાઠગ ભૂપેન્દ્ર સિંહ ઝાલાને મુક્ત કરવા CM પટેલને રોકાણકારોએ કરી રજૂઆત

આ પણ વાંચો:CM ભુપેન્દ્ર પટેલને મળ્યું દિલ્હીનું આમંત્રણ! નીતિ આયોગની મહત્વની બેઠક