Not Set/ ઉપલેટા: સામાન્ય બોલાચાલીમાં ફાયરીંગ કરી બે શખ્સો થયા ફરાર

ઉપલેટા , ઉપલેટા તાલુકાના પડવલા ગામે સામાન્ય બોલા ચાલીમાં ઉશ્કેરાઈ જઈને બે લોકોએ બે રીવોલ્વરથી બે રાઉન્ડ ફાયરીંગ કરી બે શખ્સો ફરાર થઇ ગયા હતા. જયારે ઈજાગ્રસ્તને ઉપલેટા ની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. ઉપલેટા તાલુકાના પડવલા ગામે દીપેન ભાઈ માકડીયા અને અલી સેઠા વચ્ચે નાનાં બાળકોની સામાન્ય બાબતે રકઝક થઈ હતી અને ત્યાર બાદ […]

Gujarat Uncategorized

ઉપલેટા ,

ઉપલેટા તાલુકાના પડવલા ગામે સામાન્ય બોલા ચાલીમાં ઉશ્કેરાઈ જઈને બે લોકોએ બે રીવોલ્વરથી બે રાઉન્ડ ફાયરીંગ કરી બે શખ્સો ફરાર થઇ ગયા હતા. જયારે ઈજાગ્રસ્તને ઉપલેટા ની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.

ઉપલેટા તાલુકાના પડવલા ગામે દીપેન ભાઈ માકડીયા અને અલી સેઠા વચ્ચે નાનાં બાળકોની સામાન્ય બાબતે રકઝક થઈ હતી અને ત્યાર બાદ ઉશ્કેરાઈ જઈને અલી સેઠા અને બીજો સાગરીત બન્ને આવીને બે રીવોલ્વરમાંથી બે ફાયરીંગ કરીને બન્ને ફરાર થઈ ગયા.

જ્યારે પડવલા ગામે રહેતાં દીપેન ભાઈ માકડીયા એ ભાયાવદરમાં ફરીયાદ નોંધાતાં ચકચાર મચી જવા પામી હતી અને ઈજાગ્રસ્તને ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ અને વધુ તપાસ ગુનો નોંધીને ભાયાવદર પોલીસ તપાસ કરી રહી છે.