Gujarat Weather/ Gujarat Rain Live: ગુજરાતમાં આજે કેવો રહેશે વરસાદ, ક્યાં સર્જી તારાજી…

રાજકોટ, અમરેલી, ભાવનગર, જુનાગઢ,ગીર સોમનાથમાં ભારે વારસાદીની આગાહી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે…..

Top Stories Gujarat Breaking News

Gujarat Weather News: રાજ્યમાં અગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરઈ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન કરાયું છે. અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે તો આવતીકાલે વડોદરામાં અતિભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર, છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી છે.ઓફસૉર ટ્રફ અને શિયરઝોન સક્રિય થતાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે. અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુરમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આવતીકાલે વડોદરા અને છોટા ઉદયપુરમાં અત્યંત ભારે વરસાદ પડવાનું અનુમાન કરાયું છે. નર્મદા, ભરૂચ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, અમદાવાદ, અમરેલી, ભાવનગર, બોટાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત, આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

Gujarat Rain Live Update
3.54
અમદાવાદમાં ભુવાઓ પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. નવા નરોડામાં શ્રી કમલ સ્કુલ ચાર રસ્તા પર મસમોટો ભુવો પડવાથી સ્થઆનિકોને તકલીફ પડી રહી છે. સ્થાનિકોએ AMCમાં ફરિયાદ કરવા છતાં તંત્ર આવ્યું નહિ. માર્ગ બિસ્માર બનતાં કાદવ કિચડ થતા સ્થાનિકો ત્રસ્ત બન્યા છે. નિયમિત વેરો ભરતા હોવા છતાં તંત્રની નિષ્ક્રિય કામગીરી સામે લોકો સવાલો કરી રહ્યાં છે.
2.45
નવસારીમાં પુર્ણા નદીના પૂરથી શહેરીજનોને રાહત મળી છે. પુર્ણા નદીના જળસ્તરમાં ઘટાડો થયો છે. ચાર વોર્ડમાં 13 વિસ્તારોમાં પૂરની અસર જોવા મળી છે. દોઢ લાખ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા હતા. 14 જેટલા ગામો પૂરછી અસરગ્રસ્ત થયા હતા. જિલ્લામાં 3700 લોકોનું સ્થળાંતર કરાયું હતું.
2.40
મોરબીમાં વાંકાનેરના રાતીદેવળી પરનો બ્રિજ વરસાદી પાણીથી બેસી ગયો છે. મચ્છુ નદી પરનો વિશાળ બ્રિજ અચાનક વચ્ચેથી બેસ્યો હતો. બ્રિજ બેસતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. બ્રિજની બંને તરફથી વાહનોને રોકી દેવાયા છે. ભારે વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે.

1.50

વડોદરામાં વરસાદના પાણી હજુ નથી ઉતર્યા.વાઘોડિયા રોડ વૈકુંઠના પાણી ઉતર્યા નથી. વૈકુંઠના 1700 મકાનમાં ઘૂસ્યા છે પાણી. મંતવ્ય ન્યુઝના અહેવાલની અસર બાદ મેયર પિન્કી સોનીએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી છે. મેયરે પાણીમાં ઉતરી નાગરિકોની વેદના સાંભળી છે. અસરગ્રસ્ત નાગરિકોએ આક્રોશ સાથે મેયરને રજૂઆત કરી છે. મેયરે પંપ મૂકાવી પાણી ઉતારવાના આદેશ આપ્યા છે. મેયરની મંતવ્ય સાથે એક્સક્લુઝિવ વાતચીત થઈ છે.

12.22

વડોદરામાં વરસાદી પાણી ઉતરી રહ્યાં નથી. નારાયણ સ્કૂલ, આદિત્ય પેરેડાઇસના પાણી નથી ઉતર્યા. 4 દિવસથી પાણી ન ઉતરતા લોકો પરેશાન થયા છે. નાગરિકોને 3 દિવસથી પીવાનું પાણી મળ્યું નથી. બાળકો, વૃદ્ધો સહિત તમામ લોકો પરેશાન થયા છે. સત્તાધીશો અને તંત્રની દિશાહીન કામગીરીથી લોકો ત્રાસી ગયા છે.

12.20

વડોદરાના ડભોઇનાં દંગીવાડા ગામે મગર દેખાયો છે. ઢાઢર નદીના પાણી ગામમાં ફરી વળ્યા હતા, જેથી મગરો પાણીમાં તણાઈ આવ્યા છે. નદીના પાણીમાંથી અનેક મગરો દેખાતાં દંગીવાડાના ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે.

12.15

છોટાઉદેપુરમાં જાહેર માર્ગ પર ભુવો પડતાં લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. ડુંગરવાટ પાસેથી પસાર થતા માર્ગ પર ભુવો પડ્યો છે. કદવાલ, ભીખાપુરા સહિત ગામોને જોડે છે આ માર્ગ. રસ્તા પર ભૂવો પડતા રાહદારીઓને જોખમ રહેલું છે. ભુવાની બાજુમાં સુખી ડેમની કેનાલ આવેલી છે. બાર સહિત અસંખ્ય ગામોને પાવીજેતપુર સાથે જોડે છે આ માર્ગ, સુખીડેમની પહેલી પાળીના બાજુમાંથી પસાર થતા રસ્તા ઉપર ભૂવો પડતા રાહદારીઓને જોખમ રહેલું છે.  જલ્દીથી આ ભુવો પૂરવામાં નહીં આવે તો અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે.

11.48

ગુજરાતમાં જળશયોમાં પાણીની આવકમાં વધારો થયો છે.દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 50.34%, કચ્છના 20 જળાશયોમાં 50.8%, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 50.86% પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યના 53 ડેમ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.

દ્રારકામાં 14 ડેમો ઓવરફલો થયા છે.જ્યારે ખંભાળીયા તાલુકાના જીવાદોરી સમાન ઘી ડેમ, મહાદેવીયા ડેમ, સિંહણ ડેમ, કંડોરણા ડેમ તેમજ કલ્યાણપુર તાલુકાના શેઢા ભાડથરી, ગઢકી અને સિંધણી ડેમ છલકાયા છે તેમજ ભાણવડ તાલુકાના વર્તુ-2, મીણસાર, વર્તુ-1, કબરકા, વેરાડી-1, વેરાડી-2, સોનમતી ડેમો પણ છલકાયા છે.

નર્મદા ડેમ પણ 50 ટકા ભરાઈ ગયો છે, દક્ષિણ ગુજરાતનો મહત્વનો મધર ઈન્ડિયા ડેમ પણ છલકાઈ ગયો છે, વડોદરાનો આજવા સરોવરની જળ સપાટીમાં વધારો થતા વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે.

10.13

ગીર સોમનાથના જામવાળાના જમજીર ધોધના મનમોહક દ્રશ્ય જોવા મળ્યા છે. ધોધના નયનરમ્ય દ્રશ્ય જોવા સહેલાણીઓ આવ્યા છે. સતત વરસાદને લઈને પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. જમજીર ધોધનો અદભુત નજારો ડ્રોન કેમેરાથી કેદ કર્યો છે. રૌદ્ર સ્વરૂપ ધારણ કરતો ધોધ શિંગોડા નદીમાંથી વહે છે.

10.05

નવસારી શહેરમાં મોડી રાત્રે રેસ્ક્યુ કરાયું હતું. પાણીમાં ફસાયેલા 2 વ્યક્તિઓની વ્હારે આવી હતી ભાજપની ટીમ. બંદર રોડમાં ફસાયેલ 2 લોકોનું મોડી રાત્રે કરાયું રેસ્ક્યુ. 9 ફૂટ પાણીમાં ફસાયેલા લોકો મકાનની છત પર બેઠા હતા.

9.57

સુરેન્દ્રનગરમાં નેશનલ હાઇવે ઓવરબ્રિજ પર ગાબડું પડ્યાની ઘટના સામે આવી છે. લીંબડી-અમદાવાદ ને. હાઇવે ઓવરબ્રિજ પર પડ્યું ગાબડું. ઓવરબ્રિજ પર એક તરફના રસ્તા પર ગાબડું પડ્યું હતું. અંદાજે ૦૮ થી ૧૦ ફૂટ લંબાઈનુ ગાબડું પડવાથી એક તરફનો વાહન વ્યવહાર બંધ કરાયો છે. તંત્રએ બેરિકેટ મૂકી રીપેરીંગ કામ હાથ ધર્યું છે.

9.52

ભરૂચમાં છેલ્લા 2 દિવસથી વરસાદs વિરામ લીધો છે. 9 પૈકી માત્ર 1 જ તાલુકામાં વરસાદ નોંધાયો છે. વાલિયામાં 10 મીમી વરસાદ નોંધાયો છે.

9.50

વડોદરામાં વરસાદ બાદ મગર દોડતા થયા છે. વિશ્વામિત્રીના કાંઠા વિસ્તારમાં મગરો જોવા મળ્યા. મગર જોવા મળતા લોકોના જીવ તાળવે ચોંટયા છે. ચાપડ ગામ પાસે પાણીમાં મહાકાય મગર જોવા મળ્યો હતો. પાણીમાં આરામથી ટહેલતા મગરનો વીડિયો સામે આવ્યો છે. વડોદરામાં 36 કલાક બાદ પણ પાણી ઓસર્યા નથી. પ્રથમ રેસીડન્સીના નાગરિકો 3 દિવસથી હેરાન પરેશાન થઈ ગયા છે. સોસાયટીના લોકોની જીંદગી નર્કાગાર બની છે. પંપ મૂકવામાં આવ્યો પરંતુ ડીઝલ ખતમ થઇ ગયુ છે.

નવસારીના ઉપરવાસમાં મહુવા અને વાલોડ તાલુકામાં 6 ઇંચ ઉપરાંત જે આ પૂર્ણા નદીનું ઉદગમ સ્થાન છે એવા ડાંગ જિલ્લા સહિત નવસારીમાં 5 ઇંચ જેટલો વરસાદ ગત મધ્યરાત્રીથી સવાર સુધી વરસાદ પડતા પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. પૂર્ણા નદીમાં સવારથી જ પૂરના પાણી પૂરુપાટ ઝડપે ધસી આવ્યા હતા. ભારે વરસાદના પગલે આજે શાળા, કોલેજ, આંગણવાડી બંધ રહેશે.

પૂર્ણા નદી ગણતરીના કલાકોમાં જ તેની ભયજનક સપાટી 23 ફૂટ ને વટાવી 29 ફૂટ પહોંચી ગઈ હતી. જેથી શહેરમાં 30 ટકા વિસ્તારમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. શહેરના લગભગ 50 હજારથી વધુ લોકોને અસર થઈ હતી. વરસાદથી ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઈ હતી, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. મોડી રાત્રે લોકોના ઘરમાંથી પાણી ઉતર્યા હતા. પાણી ઉતારતા લોકોએ ઘરની સફાઈ શરૂ કરી હતી. તંત્ર દ્રારા કોઇ મદદ ન મળતા લોકોમાં રોષ ફેલાયો છે. લોકો તંત્ર સામે ફીટકાર વરસાવી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, ક્યાં આપવામાં આવ્યું છે એલર્ટ

આ પણ વાંચો: ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના કેસોમાં ઉછાળો, એક જ દિવસમાં 14 કેસ વધ્યા

આ પણ વાંચો: ચાંદીપુરા વાઇરસને લઈ કેન્દ્રના નિષ્ણાતોની ટીમના ગુજરાતમાં ધામા