રાજકોટ/ તરછોડાયેલા નવજાત શિશુ માટે કે.ટી.ચિલ્ડ્રન હોસ્પીટલમાં અનામી પારણું તૈયાર કરાયું

મહત્વનુ છે કે નવજાત બાળકને પારણામાં મુકનારની ઓળખ છતી કરવામાં નહીં આવે તેવું બેનર પણ લગાવવામાં આવ્યુ છે તેમજ .ચિલ્ડ્રન વોર્ડમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે.

Gujarat Rajkot

 આપણાં  સમાજમાં  મોટભાગે  નવજાત બાળકોને  તરછોડી દેવાના  કિસ્સા વધુ જોવા મળી રહ્યા છે. ત્યારે  હવે કોઈ  તરછેડું બાળક  ની સંભાળ રહે તે માટે  રાજકોટ સિવિલ હોસ્પીટલ સ્થિત કે.ટી.ચિલ્ડ્રન હોસ્પીટલમાં અનામી પારણું તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં બાળકને પારણાંમાં મુકી બેલની સ્વિચ દબાવતા સમાજ સુરક્ષા વિભાગને તુરંત જાણ થસિવિલ હોસ્પિટલમાં આવેલા કેટી ચિલ્ડ્રન વોર્ડમાં આજરોજ કલેક્ટર અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ અનામી પારણુ મુકવામાં આવ્યુ છે.

આ પણ વાંચો ;Navy Day 2021 / ગેટવે ઓફ ઈન્ડિયા પર લહેરાવ્યો વિશ્વનો સૌથી મોટો ધ્વજ, રાષ્ટ્રનું વધ્યું ગૌરવ

જેમાં માતા-પિતા દ્વારા તરછોડાયેલાં નવજાત શિશુઓની દેખભાળ કરવામાં આવવાની છે. નવજાત જન્મેલાં માસૂમ બાળકોને કચરા પેટીમાં કે ઝાડીઓમાં કે અવાવરૂં જગ્યાએ ન ફેંકી દેવામાં આવે જેના સંદર્ભે કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા સમાજ સુરક્ષા દ્વારા સિવિલ હોસ્પિટલમાં આવેલ કે.ટી. ચિલ્ડ્રન વોર્ડમાં આજરોજ અનામી પારણુ મુકવામાં આવ્યુ છે. જેમાં જે માતા-પિતા પોતાનાં નવજાત બાળકની સારસંભાળ ન કરી શકે તેવા માતા-પિતાએ તેના બાળકને અવાવરૂં જગ્યાના બદલે પારણામાં મૂકી શકે છે. જેથી તે બાળકની દેખભાળ જિલ્લા સુરક્ષા સમાજ કરશે. આ પારણાનું ઉદ્ઘાટન કલેક્ટર અરૂણ મહેશ બાબુના હસ્તકે આજરોજ કરવામાં આવ્યુ હતું.

આ પણ વાંચો ;જકોટ / અસલીના બદલે નકલી સોનાનો વેપલો ચલાવતી ગેંગ પકડાઈ

મહત્વનુ છે કે નવજાત બાળકને પારણામાં મુકનારની ઓળખ છતી કરવામાં નહીં આવે તેવું બેનર પણ લગાવવામાં આવ્યુ છે, કારણ કે કે.ટી.ચિલ્ડ્રન વોર્ડમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે. જેથી જે કોઇ બાળકને પારણામાં મુકવા આવે તો તેની ઓળખ સીસીટીવીનાં દ્રશ્યોના આધારે થઇ શકે છે.