Gandhinagar News: તાજેતરમાં ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીના કારણે 2 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. ત્યારે રૂપિયાની લાલચમાં અને સરકાર પાસેથી રૂપિયા પડાવવાની લ્હાયમાં આ કરતૂત કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર ઘટનાને લઇ સરકારે આયુષ્યમાન યોજનાને લઇ મહત્વનો નિર્ણય કર્યો હતો. જેમાં સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ ખ્યાતિ હોસ્પિટલની ઘટના પછી સરકારે આયુષ્માન યોજના માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે.
એન્જિયોગ્રાફીની CD આપવાની રહેશે
જેમાં આયુષ્માન યોજનામાં હવે માત્ર રિપોર્ટનો આધાર પૂરતો નહીં રહેતા હોસ્પિટલે પુરાવા આપવા પડશે. જેમાં હોસ્પિટલ દ્વારા એન્જિયોગ્રાફીની CD પણ ડોક્યુમેન્ટ સાથે આપવાની રહેશે. જેની તપાસ બાદ જ કામગીરી આગળ વધારવામાં આવશે. આમ એક ખ્યાતિ હોસ્પિટલના પાપે હવે બાકીની બધી હોસ્પિટલો પણ દંડાશે. પાડાના વાંકે પખાલીને ડામ કહેવત આ કિસ્સામાં બરોબરની લાગુ પડે છે. એક હોસ્પિટલ અનેકને લઈને ડૂબશે.
FSLની મદદ લેવાશે
બીજી તરફ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીના મોત મામલે આરોપીઓને કડક સજા કરાવવા પોલીસનો એક્શન પ્લાન ઘડ્યો છે. જેમાં ખ્યાતિકાંડમાં તપાસ માટે FSLની મદદ લેવામાં આવનાર છે. ઉપરાંત જરૂર પડશે તો પોલીસ આરોપીના નાર્કો ટેસ્ટ કરાવશે. ત્યારે હાલ પોલીસે તપાસના તાર ગાંધીનગર સુધી લંબાવ્યા છે. જેમાં ગાંધીનગર આરોગ્ય વિભાગમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો:ખ્યાતિ હોસ્પિટલનું વધુ એક કૌભાંડ, ધોળકાના રૂપાલ ગામમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા
આ પણ વાંચો:સર્જરીમાં મૃત્યુઆંક વધ્યો 2 નહીં પરંતુ 5 લોકોના મોત,ખ્યાતિ હોસ્પિટલ કાંડમા મોટો ખુલાસો
આ પણ વાંચો:ખ્યાતિ હોસ્પિટલે ગાંધીનગર જિલ્લાના શેરથા ગામમાં પણ બોરીસણા જેવો જ કાંડ કર્યો
