Not Set/ દિલ્હીમાં પોલીસકર્મીઓ બાદ હવે વકીલોએ કર્યુ પ્રદર્શન, રોહિણી કોર્ટની બહાર વકીલે કર્યો આત્મહત્યાનો પ્રયત્ન

તીસ હજારી કોર્ટની ઘટનાનાં વિરોધમાં દિલ્હી જિલ્લા અદાલતોનાં વકીલોએ બુધવારે ન્યાયિક કાર્યનો બહિષ્કાર ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. દિલ્હી ડિસ્ટ્રિક્ટ કોર્ટ કોઓર્ડિનેશન કમિટીએ એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે, “દિલ્હીની તમામ જિલ્લા અદાલતોમાં કામ કરવાનો પ્રતિબંધ બુધવારે પણ ચાલુ રહેશે.” આ જ ક્રમમાં વકીલોએ રોહિણી અને સાકેત કોર્ટની બહાર હોબાળો મચાવ્યો છે. આ દરમિયાન, વકીલે આત્મવિલોપન […]

Top Stories India

તીસ હજારી કોર્ટની ઘટનાનાં વિરોધમાં દિલ્હી જિલ્લા અદાલતોનાં વકીલોએ બુધવારે ન્યાયિક કાર્યનો બહિષ્કાર ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. દિલ્હી ડિસ્ટ્રિક્ટ કોર્ટ કોઓર્ડિનેશન કમિટીએ એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે, “દિલ્હીની તમામ જિલ્લા અદાલતોમાં કામ કરવાનો પ્રતિબંધ બુધવારે પણ ચાલુ રહેશે.”

આ જ ક્રમમાં વકીલોએ રોહિણી અને સાકેત કોર્ટની બહાર હોબાળો મચાવ્યો છે. આ દરમિયાન, વકીલે આત્મવિલોપન કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે વકીલે પોતાની ઉપર પેટ્રોલ નાખીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આત્મવિલોપનનો પ્રયત્ન કરનાર વકકીલ આશિષ ચૌધરીએ કહ્યું કે તેઓ આત્મ-સન્માન માટે આ કરી રહ્યા છે.

આશિષ કહે છે કે પોલીસે વકીલોની છબીને ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે સાથે, પોલીસનું વકીલો સાથેનું અભદ્ર વર્તન કોર્ટમાં સામાન્ય બની ગયુ છે. તીસ હજારી હિંસા બાદ વકીલો હજી પણ દિલ્હીની જિલ્લા અદાલતોની બહાર અને અંદર દેખાવો કરી રહ્યા છે. અદાલતમાં જે સામાન્ય લોકોનાં કેસ ચાલી રહ્યા છે તેઓને પણ વકીલો અંદર જવાની મંજૂરી આપી રહ્યા નથી. આ ઉપરાંત વિરોધીઓએ સાકેત કોર્ટ સંકુલનાં દરવાજાને અંદરથી બંધ કરી દીધો છે અને લોકોને અંદર પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી રહી નથી.

Image result for rohini court

જણાવી દઇએ કે, દિલ્હી હાઈકોર્ટ આજે તીસ હજારી કોર્ટ પરિસરમાં વકીલો અને પોલીસકર્મીઓ વચ્ચે ઘર્ષણ મામલે દાખલ કરેલી અરજી પર સુનાવણી કરશે. આ અરજી 2 નવેમ્બરનાં રોજ દિલ્હી પોલીસ કર્મીઓ દ્વારા કરવામાં આવી હતી. આ અરજીની સુનાવણી બપોરે 3 વાગ્યાની આસપાસ કરવામાં આવશે. આ અરજી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે, કારણ કે દિલ્હી પોલીસ પોતાના દમ પર આંદોલનકારીઓની માંગણીઓને પૂરા કરી શકતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.