- યુક્રેનથી 10 વિદ્યાર્થીઓ પહોંચ્યા અમદાવાદ
- વિદ્યાર્થીઓ સુરક્ષિત સુરત પાછા ફર્યા
- ઓપરેશન ગંગા હેઠળ દિલ્હીથી અમદાવાદ આવ્યા
- પરિવારજનોમાં ખુશીની લાગણી છવાઇ
રશિયાએ યુક્રેનમાં હુમલો કરી દેતા હજારો ભારતીય વિધાર્થીઓ યુક્રેનમાં ફસાયા હતા ,તેમને પરત લાવવા માટે ભારત સરકારે કમરકસી હતી અને હજારો વિધાર્થીઓને યુક્રેનમાંથી પરત લાવવા માટે કામગીરી હાથ ધરી છે તેમાંથી આજે એક વિમાન દિલ્હી આવી પહોંચ્યો હતો ,યુક્રેનથી સુરક્ષિત પરત ફરેલા 10 વિધાર્થીઓ અમદાવાદ પહોચ્યા હતા. આ વિધાર્થીઓ ઓપરેશન ગંગા હેઠળ દિલ્હીથી અમદાવાદ આવ્યા હતા,વિધાથીઓ સુરક્ષિત રીતે સુરત પરત ફર્યા હતા ,જેના લીધે પરિવારજનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
