Breaking News: વધુ એક વિમાન દુર્ઘટના સર્જાઈ છે,જેમાં વિમાનમાં સવાર તમામ 10 લોકો માર્યા ગયા છે. પ્લેનનો કાટમાળ અલાસ્કામાં દરિયાઈ બરફ પરના ટુકડાઓમાં મળી આવ્યો હતો. થીજી ગયેલા બરફ હેઠળ મૃતદેહોની શોધ ચાલુ છે.કાટમાળની અંદરથી ત્રણ મૃતદેહો મળી આવ્યા છે. પશ્ચિમ અલાસ્કાના ઉનાકલીટથી ટેકઓફ કર્યા બાદ ગઈકાલે પ્લેન ગુમ થઈ ગયું હતું અને નોમ શહેરમાં ઉતરવાનું હતું, પરંતુ રસ્તામાં તે અકસ્માતનો ભોગ બન્યો હતો. UD કોસ્ટ ગાર્ડના પ્રવક્તા માઈક સાલેર્નોએ અકસ્માત અને જાનહાનિની પુષ્ટિ કરી છે. તેણે જણાવ્યું કે પ્લેન ક્રેશ થયું છે. તેનો કાટમાળ મળી આવ્યો છે. મૃતદેહની શોધ માટે બે તરવૈયાઓને બર્ફીલા પાણીમાં ઉતારવામાં આવ્યા છે. વિમાનમાં સવાર તમામ 9 યાત્રીઓ અને પાયલટના મોત થયા છે.
નોમ શહેર નજીક સંપર્ક તૂટી ગયો હતો
🚨🇺🇸#BREAKING | NEWS ⚠️ USCG Lockheed Martin HC-130J Super Hercules is over crash site of the missing plane carrying nine passengers 1 one pilot in Nome Alaska that went missing.
One part of the fuselage was found with three people in part of the plane were deceased, possibly 7… pic.twitter.com/Bbv64ccGDx
— Todd Paron🇺🇸🇬🇷🎧👽 (@tparon) February 8, 2025
અલાસ્કાના જાહેર સુરક્ષા વિભાગે જણાવ્યું હતું કે બેરિંગ એરના સિંગલ-એન્જિન ટર્બોપ્રોપ વિમાને 10 લોકો સાથે ઉડાન ભરી હતી, પરંતુ ફ્લાઈટનો અલાસ્કાના શહેર નોમ નજીક બપોરે 2.30 વાગ્યે સંપર્ક તૂટી ગયો હતો. પ્લેન નોમથી 30 માઈલ (48 કિલોમીટર) દક્ષિણપૂર્વમાં ગુમ થયું હતું.
ગુમ થયાની માહિતી મળતા જ વિમાનની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. છેલ્લા લોકેશન મુજબ, પ્લેન નોમ અને ટોપકોકના દરિયાકાંઠે ગુમ થયું હતું, તેથી તે જ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પ્લેન ગુમ થયું તે પહેલા તે દરિયામાં 19 કિલોમીટર દૂર હતું. તે વિસ્તારમાં હળવો હિમવર્ષા, ધુમ્મસ અને તાપમાન માઈનસ 8.3 ડિગ્રી હતું.
આ પણ વાંચો:અલાસ્કાના દરિયામાં મળ્યો સુવર્ણ ગોળો, આટલા ઊંડાણમાં મળતા વૈજ્ઞાનિકો હેરાન
આ પણ વાંચો:અલાસ્કામાં ફરી ટાઇટેનિક જેવી દુર્ઘટના, આઇસબર્ગ સાથે અથડાયું જહાજ, વીડિયો થયો વાયરલ
આ પણ વાંચો:અમેરિકાનાં અલાસ્કામાં ભૂકંપથી અત્યાર સુધીમાં 300થી વધુ લોકોનાં થયા મોત
