Ahmedabad News/ અમદાવાદ શહેરમાં વધુ એક આગની ઘટના, મેટ્રો સ્ટેશન પાસે આગનો બનાવ

14 ફાયર ફાયટર અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

Gujarat Top Stories Ahmedabad Breaking News

Ahmedabad News: અમદાવાદ (Ahmedabad) શહેરમાં વધુ એક આગ(Fire)ની ઘટના બની છે. સાબરમતી મેટ્રો સ્ટેશન (Sabarmati Metro Station) પાસે અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી છે. મેટ્રોની કામગીરી દરમિયાન આગ લાગતા લોકોમાં નાસભાગ થઈ હતી. બાંધકામના લાકડાઓમાં અચાનક આગ લાગતા લોકો પોતાનો જીવ બચાવવા નાસભાગ કરતા જોવા મળ્યા છે. 14 ફાયર ફાયટર અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા હિમાલયા મોલમાં આગની ઘટના બની છે. ઘટનાને પગલે મોલમાં આવેલા લોકો વચ્ચે દોડધામ મચી ગઈ છે. જ્યારે ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. છેલ્લે મળતી માહિતી પ્રમાણે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે અને AC કમ્પ્રેસરમાં આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. કોઈને પણ ઇજા કે જાનહાની વિગત સામે આવી નથી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કચરો એકઠો કરવા માટે બનાવેલ રિફ્યુઝ સ્ટેશન નજીક આવેલી ઝૂંપડીઓમાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગની માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. જો કે આ ભીષણ આગમાં 25 જેટલા ઝૂંપડા બળીને રાખ થઈ ગયા હતા. સદનસીબે આગ સમયે ઝૂંપડામાં કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી.

મળતી માહિતી મુજબ, આ ઝૂંપડીઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન વાહનોમાં કામ કરતા મજૂરોની છે. આ કામદારો રેફ્યુજ સ્ટેશન પાસે કામચલાઉ ઝૂંપડીઓમાં રહેતા હતા. આગના સમયે, તમામ કામદારો પોતપોતાના કાર્યસ્થળ પર હતા, જ્યારે તેમના બાળકો શાળામાં હતા. આ કારણે આ ભીષણ આગને કારણે કોઈ જાનહાનિ થઈ નથી.આગની ઘટનાની માહિતી મળતા જ એલિસબ્રિજ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય અમિત શાહ અને સ્થાનિક ભાજપ કાઉન્સિલર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના વાસણામાં ભીષણ આગ, 25 ઝૂંપડા બળીને ખાખ, મોટી દુર્ઘટના ટળી

આ પણ વાંચો:અમદાવાદના હિમાલયા મોલમાં લાગી આગ – લોકોએ કરી દોડાદોડી, ફાયરની ટીમ ઘટનાસ્થળે

આ પણ વાંચો:અમદાવાદમાં ટાઈટેનિયમ સ્કેવરમાં ભીષણ આગ, જાણો ઈમરજન્સીમાં કેવી રીતે કરશો પોતાનો બચાવ