Ahmedabad News: સાબરમતી વિસ્તારમાં આવેલા કાળીગામ રેલવે યાર્ડમાં(Sabarmati Kaligam Yard) પેસેન્જર ટ્રેનના એક કોચમાં અચાનક આગ(Ahmedabad Train Fire) લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગ્યા બાદ થોડા જ સમયમાં જ્વાળાઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં યાર્ડમાં હાજર કર્મચારીઓ અને અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની 4 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
કોચ યાર્ડમાં હોવાથી તેમાં કોઈ મુસાફર ન હતો
મળતી માહિતી મુજબ, આગ(Ahmedabad Train Fire) જે કોચમાં (Train Coach Fire) લાગી હતી તે પેસેન્જર ટ્રેનનો કોચ હતો, પરંતુ તે રેલવે યાર્ડમાં ઉભો હોવાથી તેમાં કોઈ મુસાફર હાજર ન હતો. જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. આગની ઘટના બાદ રેલવેના અધિકારીઓ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આગ લાગવાના કારણે યાર્ડમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આસપાસના વિસ્તારમાં લોકોના ટોળા પણ એકત્ર થયા હતા. જોકે, ફાયરબ્રિગેડની ઝડપી કામગીરીને કારણે આગ અન્ય કોચ સુધી ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી.
રેલવે વિભાગે આગ લાગવાના કારણોની તપાસ શરૂ કરી
હાલ રેલવે વિભાગ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં કોચમાં કોઈ ટેક્નિકલ કામગીરી ચાલી રહી હતી કે નહીં, શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણ જવાબદાર હતું કે કેમ, તેમજ ઘટનાસમયે કોચમાં કોઈ વ્યક્તિ હાજર હતી કે નહીં તે સહિતના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.
સમયસર આગ પર કાબૂ મળતા મોટી દુર્ઘટના ટળી
રેલવે વિભાગે જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ આગ લાગવાનું સાચું કારણ જાહેર કરવામાં આવશે. હાલ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર સામે આવ્યા નથી.
આ પણ વાંચો: વડોદરા પોક્સો કેસ: સગીરાને પ્રેમજાળમાં ફસાવી શારીરિક સંબંધ બાંધ્યાનો આરોપ, યુવકની ધરપકડ
આ પણ વાંચો: મોરબીમાં શાળામાં વિદ્યાર્થીઓને માર માર્યાનો આક્ષેપ, ધોરણ 9ના 30 વિદ્યાર્થીઓ સાથે દુર્વ્યવહારનો વિવાદ
આ પણ વાંચો: સુરતના કામરેજમાં ગેરકાયદેસર ફ્રૂટ બીયર ફેક્ટરી ઝડપાઈ, રૂ.1.78 લાખનો મુદ્દામાલ જપ્ત
