Not Set/ અનિલ વિજ ભૂલ્યા ભાન, કહ્યુ- રાહુલ ગાંધીને પાગલખાનામાં કરાવો ભર્તી

વડાપ્રધાન મોદી અંગે રાહુલ ગાંધીનાં વાંધાજનક નિવેદન પર હરિયાણાનાં ગૃહ મંત્રી અનિલ વિજે જોરદાર જવાબ આપ્યો છે. અનિલ વિજે એક ટ્વિટમાં કહ્યું કે, વડા પ્રધાનને ડંડાથી મારવાની વાત કરનાર રાહુલ ગાંધીને એક સારા પાગલખાનામાં ભર્તી કરવાની જરૂર છે. હિંસક રાહુલ ગાંધીએ ખુલ્લામાં ચાલવું યોગ્ય નથી. નોંધનીય છે કે, દિલ્હી ચૂંટણી પ્રચાર દરમિયાન બુધવારે એક રેલીને […]

Top Stories India
ANil Vij1 અનિલ વિજ ભૂલ્યા ભાન, કહ્યુ- રાહુલ ગાંધીને પાગલખાનામાં કરાવો ભર્તી

વડાપ્રધાન મોદી અંગે રાહુલ ગાંધીનાં વાંધાજનક નિવેદન પર હરિયાણાનાં ગૃહ મંત્રી અનિલ વિજે જોરદાર જવાબ આપ્યો છે. અનિલ વિજે એક ટ્વિટમાં કહ્યું કે, વડા પ્રધાનને ડંડાથી મારવાની વાત કરનાર રાહુલ ગાંધીને એક સારા પાગલખાનામાં ભર્તી કરવાની જરૂર છે. હિંસક રાહુલ ગાંધીએ ખુલ્લામાં ચાલવું યોગ્ય નથી.

નોંધનીય છે કે, દિલ્હી ચૂંટણી પ્રચાર દરમિયાન બુધવારે એક રેલીને સંબોધન કરતી વખતે રાહુલ ગાંધીએ વાંધાજનક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતુ કે, “આ નરેન્દ્ર મોદી જેવા ભાષણ આપી રહ્યા છે, 6 મહિના પછી તે ઘરની બહાર નીકળી શકશે નહીં.” ભારતનો યુવક તેમને એવો ડંડો મારશે, તમને સમજાવશે કે આ દેશ ભારતનાં યુવાનોને રોજગાર આપ્યા વિના આગળ વધી શકે નહીં. ‘

રાહુલ ગાંધીની આ વાંધાજનક ટિપ્પણી બાદ ભાજપનાં નેતાઓ તેમના પર શાબ્દિક હુમલો કરવા લાગ્યા છે. આ કડીમાં, અનિલ વિજે પણ રાહુલ ગાંધીને આક્રમક વલણમાં જવાબ આપ્યો છે અને તેમને પાગલખાનામાં ભર્તી કરવાની વાત કહી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.