Election/ રાજ્યસભાની બે બેઠકની ચૂંટણી અલગ-અલગ યોજાશે

રાજ્યસભાની બે બેઠકની ચૂંટણી અલગ-અલગ યોજાશે. કેન્દ્રીય ચૂંટણીપંચનો રાજ્ય ચૂંટણીપંચને પત્ર લખવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે, અહેમદ પટેલ અને અભય ભારદ્વાજનાં નિધનથી બેઠક ખાલી થઇ હતી….

Gujarat Others
zzas 78 રાજ્યસભાની બે બેઠકની ચૂંટણી અલગ-અલગ યોજાશે

રાજ્યસભાની બે બેઠકની ચૂંટણી અલગ-અલગ યોજાશે
કેન્દ્રીય ચૂંટણીપંચનો રાજ્ય ચૂંટણીપંચને પત્ર
અહેમદ પટેલ અને અભય ભારદ્વાજના નિધનથી બેઠક ખાલી
બંને બેઠકોની એકસાથે યોજાવાની હતી ચૂંટણી
હવે બંને બેઠકોની અલગ-અલગ યોજાશે ચૂંટણી
એક બેઠક જીતવાના કોંગ્રેસનાં ઓરતા રહેશે અધુરા
સંખ્યાબળની દ્રષ્ટિએ બંને સીટ જીતી જશે ભાજપ

રાજ્યસભાની બે બેઠકની ચૂંટણી અલગ-અલગ યોજાવાની છે. કેન્દ્રીય ચૂંટણીપંચનો રાજ્ય ચૂંટણીપંચને પત્ર લખવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે, કોંગ્રેસનાં દિગ્ગજ નેતા સ્વ.અહેમદ પટેલ અને ભાજપનાં દિગ્ગજ નેતા સ્વ.અભય ભારદ્વાજનાં નિધનથી રાજ્યસભાની બેઠક ખાલી થઇ હતી. આ પહેલા બંને બેઠકોની એકસાથે ચૂંટણી યોજાવાની હતી. જ્યારે હવે બંને બેઠકોની અલગ-અલગ ચૂંટણી યોજાશે. આમ થાય છે ત્યારે એક બેઠક જીતવાનાં કોંગ્રેસનાં ઓરતા અધુરા જ રહી જશે. અહી બે બેઠકની ચૂંટણી અલગ-અલગ યોજાવાની હોવાના કારણે સંખ્યાબળની દ્રષ્ટિએ બંને સીટ ભાજપ જીતી શકે છે. અને આ વસ્તુ ભૂતકાળમાં ભાજપે પ્રુવ પણ કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, ગત રાજ્યસભાની 4 બેઠકની ચૂંટણીમાં ભાજપનાં ત્રણ અને કોંગ્રેસનાં બે ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. તે સમયે ભાજપ અભય ભારદ્વાજ, રમિલા બોરા અને નરહરિ અમીન વિજયી થયા હતા. જણાવી દઇએ કે, ગત ચૂંટણીમાં ભાજપે બે ઉમેદવારોની જગ્યાએ અભય ભારદ્વાજ, રમિલા બોરા અને નરહરિ અમીન ત્રણ ઉમેદવારો ઉભા રાખ્યા હતા સાથે કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને મેદાને ઉતાર્યા હતા. સંખ્યાબળનાં કારણે તેઓએ વધુ એક બેઠકમાં બાજી મારી હતી. આવુ જ કઇંક હવે થવા જઇ રહ્યુ હોય તેવુ સ્પષ્ટપણે દેખાઇ રહ્યુ છે. અહી બે બેઠકોની ચૂંટણી અલગ-અલગ યોજાશે તો સંખ્યાબળનાં દ્રષ્ટિએ બંને બેઠકો ભાજપ જીતે તો નવાઇ નહી.

ઉલ્લેખનીય છે કે, દરેક રાજ્યમાંથી રાજ્યસભાનાં કેટલા સભ્યો ચૂંટાય છે તે મુખ્યત્વે રાજ્યની વસ્તી પર આધારિત છે. સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ છે જ્યા રાજ્યસભાની કુલ 31 બેઠકો છે, આ કારણે અહી રાજ્યસભાનાં સભ્યોની સંખ્યા સૌથી વધુ છે. જ્યારે અરુણાચલ પ્રદેશ, મણિપુર, ગોવા, નાગાલેન્ડ, મિઝોરમ, સિક્કિમ ત્રિપુરા જેવા રાજ્યોમાં રાજ્યસભાની એક જ બેઠક છે. તો રાજ્યસભાની કેટલી બેઠકો રાજ્યમાં હશે તે સંપૂર્ણ રીતે અહીંની વસ્તી પર આધારિત છે. રાજ્યસભાનાં સભ્યોની સંખ્યા રાજ્યોની વસ્તીનાં આધારે નક્કી કરવામાં આવી છે.

gujarat visit: રાષ્ટ્રપતિ કોવિંદ ફરીથી આવશે ગુજરાતની મુલાકાતે, આ સ્થાને કરશ…

Vadodara: મધ્યમવર્ગની મુશ્કેલીઓમાં વધારો, શાકભાજીનાં ભાવો પર માવઠાની અ…

Covid19: રાજ્યનાં ઉદ્યોગ કમિશ્નર રાહુલ ગુપ્તાને થયો કોરોના…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો