અરવલ્લી/ ગુજરાતી અભિનેત્રી સામે ફરિયાદ, યુવકને પ્રેમમાં ફસાવી યશ્વી પટેલે પડાવ્યા આટલા લાખ

જિગ્નેશ પટેલે યશ્વી સાથેના વીડિયો અને ચેટ પણ મીડિયા સમક્ષ મૂક્યા છે. જિગ્નેશનું કહેવું છે કે યશ્વીએ નવ મહિના સુધી તેની સાથે પ્રેમનું નાટક કર્યું હતું.

Top Stories Ahmedabad Gujarat
યશ્વી
  • યશ્વી પટેલ નામની અભિનેત્રી સામે ફરિયાદ
  • સોશિયલ મિડીયાથી યુવક સંપર્કમાં આવ્યો હતો
  • ધનસુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ

ગુજરાતી ગીતોના આલ્બમમાં કામ કરતી યશ્વી પટેલ સામે ધનસુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.  યુવકે જણાવ્યું હતું કે, યશ્વી પટેલે તેને પ્રેમ જાળમાં ફસાવ્યો હતો. અને બાદમાં તેની પાસે રૂપિયા 7લાખ કરતાં વધારેની રકમ પડાવી લીધી છે.  જિગ્નેશે આક્ષેપ કર્યો હતો કે, યશ્વી અને તેણીની માતા લગ્ન કરવાનું વચન આપ્યું હતું. બાદમાં તેને માલુમ પડ્યું હતું કે, યશ્વી અને તેનો પરિવાર તેને છેતરી રહ્યો છે.

જિગ્નેશ પટેલ નામના યુવક સાથે થઇ છેતરપિંડી. નવ મહિનાના સંબંધ બાદ યુવકે છેતરાયાનો અહેસાસ થતા તેણે ફરિયાદ નોંધાવી છે.અભિનેત્રી સાથે તેનો પરિવાર પણ છેતરપિંડીમાં સંડોવાયેલો હોવાનો આક્ષેપ લાગ્યો છે. અન્ય લોકોને પણ છેતર્યા હોવાની યુવકે શક્યતા વ્યક્ત કરી. યુવકે બંને વચ્ચેની ચેટ અને વીડિયો મીડિયા સમક્ષ મુક્યો છે

આ સાથે જ જિગ્નેશ પટેલે અન્ય યુવકોને પણ સામે આવવા કહ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં જિગ્નેશ પટેલે જણાવ્યું હતું કે, મને આશંકા છે કે યશ્વીએ અન્ય યુવકોને પણ છેતર્યાં હશે. હું છેતરપિંડીનો ભોગ બનેલા યુવકોને સામે આવવા માટે અપીલ કરું છું.

જિગ્નેશ પટેલે યશ્વી સાથેના વીડિયો અને ચેટ પણ મીડિયા સમક્ષ મૂક્યા છે. જિગ્નેશનું કહેવું છે કે યશ્વીએ નવ મહિના સુધી તેની સાથે પ્રેમનું નાટક કર્યું હતું. આ ઉપરાંત લગ્ન કરી લેવાના સપના બતાવી તેની સાથે છેતરપિંડી કરી હતી.

આ પણ વાંચો:ગુજરાતના ગૌરવનું મંતવ્ય ન્યૂઝે કર્યુ સન્માન, CM ભુપેન્દ્ર પટેલ સહીત આ મંત્રીઓ રહ્યા ઉપસ્થિત