અમદાવાદ,
ઠંડા પવનોનું જોર ધટતાં અમદાવાદ સહિત રાજ્યના 10 શહેરમાં ગરમીનો પારો 33 ડિગ્રી પાર થતાં ગરમીમાં વધારો થયો છે. આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યમાં ગરમીનું જોર વધવાની શક્યતા છે.
સમગ્ર રાજ્યમાં 35.8 ડિગ્રી સાથે અમરેલી સૌથી ગરમ શહેર બન્યું હતું. રવિવારે અમદાવાદમાં ઠંડા પવનોનું જોર વધતાં ગરમીનો પારો 34.5 અને લઘુત્તમ તાપમાન 16.7 ડિગ્રી નોંધાયું હતું. જેને કારણે વહેલી સવારથી શહેરમાં ગરમીનું પ્રમાણ વધ્યું હતું.
