Not Set/ કોણ છે મૌલાના ખાદિમ રિઝવી ? જેના ઝેર ઓકતા વીડિયો જોઈ કિશન ભરવાડની હત્યા કરવા મજબૂર બન્યા હત્યારા ? 

આ હત્યાકાંડના તાર પાકિસ્તાનના મૌલાના ખાદિમ રિઝવીના નફરત ભર્યા વીડિયો સાથે સંબંધિત છે. રિઝવી પાકિસ્તાનના મુસ્લિમ કટ્ટરપંથી સંગઠન તહરીક-એ-લબૈકના વડા રહી ચૂક્યા છે.

Top Stories Gujarat Others
રિઝવી કોણ છે મૌલાના ખાદિમ રિઝવી, જેના ઝેર ઓકતા વીડિયો જોઈ કિશન

તાજેતરમાં ગુજરાતના ધંધુકામાં સોશિયલ મીડિયા પોસ્ટના કારણે 25 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી હતી. આ કેસની તપાસનું કામ ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS)ને સોંપવામાં આવ્યું છે. જેમણે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને ખુલાસો કર્યો છે કે આ હત્યાકાંડના તાર પાકિસ્તાનના મૌલાના ખાદિમ રિઝવી ના નફરત ભર્યા વીડિયો સાથે સંબંધિત છે. રિઝવી પાકિસ્તાનના મુસ્લિમ કટ્ટરપંથી સંગઠન તહરીક-એ-લબૈકના વડા રહી ચૂક્યા છે. જેનું નવેમ્બર 2020માં અવસાન થયું હતું.

હવે ગુજરાત હત્યા કેસમાં પકડાયેલા આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ પાકિસ્તાની મૌલાનાના ઝેરીલા વીડિયો જોતા હતા. એટલું જ નહીં પરંતુ દિલ્હીના બે મૌલવીઓ પણ પાકિસ્તાની મૌલવીઓના વીડિયો જોઈને તેમને ઉશ્કેરતા હતા. ગુજરાત ATSએ દિલ્હીમાંથી એક મૌલાનાની પણ ધરપકડ કરી છે. ATSએ કહ્યું કે આ યુવકોએ એકલા હાથે હુમલો કરવા માટે કટ્ટરપંથી વિચારોને બળ આપ્યું હતું. આ યુવકોને હુમલાખોર બનાવવા માટે પાકિસ્તાની મૌલાનાના વીડિયો બતાવવામાં આવી રહ્યા હતા.

ઇશનિંદા કાનૂનના નામ પર યુવાનોના કાનમાં ઝેર રેડવામાં આવે છે 
મૌલાના ખાદિમ હુસૈન રિઝવી પાકિસ્તાનની ઈમરાન ખાન સરકાર માટે માથાનો દુખાવો બની ગયા હતા. 2020 માં રહસ્યમય સંજોગોમાં તેનું મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુનું કારણ હાર્ટ એટેક તરીકે આપવામાં આવ્યું છે, તો ક્યાંક આ હત્યા ISI ના કહેવા પર કરવામાં આવી હતી તેમ પણ જાણવા મળે છે. રિઝવીએ જ પાકિસ્તાનના કટ્ટરપંથી સંગઠન TLPની રચના કરી હતી. જેણે ગયા વર્ષે દેશમાં ઘણી તબાહી મચાવી હતી. તેના સમર્થકોએ માત્ર પોલીસકર્મીઓની જ હત્યા કરી ન હતી પરંતુ શ્રીલંકાના એક નાગરિકને નિંદાના આરોપમાં જીવતો સળગાવી દીધો હતો. તેમજ જાહેર સંપત્તિને પણ ભારે નુકસાન થયું હતું.

ઈમરાન ખાન સરકાર ઝૂકી ગઈ
આ સંગઠનના વિરોધને કારણે ઈમરાન ખાન સરકાર પણ ઘૂંટણિયે પડી ગઈ હતી. તેણે ઈસ્લામાબાદ અને રાવલપિંડીને ઘેરી લીધું. મીડિયા રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ઈશનિંદાના નામે પાકિસ્તાની સમાજમાં ઝેર ઓકનારા રિઝવીના મૃત્યુ પછી આઈએસઆઈએ પૂરો પ્રયાસ કર્યો કે કોઈ તેમના મૃત્યુનો ફાયદો ઉઠાવી ન શકે. રિઝવીના મૃત્યુનું કારણ હંમેશા સવાલોના ઘેરામાં રહ્યું છે. ઈમરાન ખાનની સરકારે તો ત્યાં સુધી કહ્યું છે કે તેમનું મોત કોરોના વાયરસના કારણે થયું છે. રિઝવી પાકિસ્તાનના બરેલવી સમુદાયના છે. તેમણે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના પ્રતિબંધ પછી ફ્રેન્ચ સામાનનો બહિષ્કાર કરવા માટે વિરોધ પ્રદર્શન પણ યોજ્યા.

ઇશનિંદા કાનૂનના નામ પર  ઝેર
પાકિસ્તાનના આ ઝેરી મૌલાનાએ ઈશનિંદા કાયદાને હળવો ન કરવાનો આગ્રહ રાખ્યો હતો અને 2015માં તહરીક-એ-લબૈક પાકિસ્તાનની સ્થાપના કરી હતી. પાકિસ્તાનના સૌથી પ્રભાવશાળી પ્રાંત પંજાબમાં રિઝવીની ઊંડી પકડ છે. તેણે 2011માં પંજાબના ગવર્નરની હત્યાના દોષિત મુમતાઝ કાદરીની ફાંસીની સજાનો પણ વિરોધ કર્યો હતો. પંજાબના ગવર્નર સલમાન તાસીર દ્વારા ઈશનિંદા કાયદાને નબળો પાડવાની કોશિશ કર્યા પછી મુમતાઝ કાદરીએ તેમની હત્યા કરી હતી. આપને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં ઈશનિંદાના નામે લઘુમતી હિંદુ, ઈસાઈ અને અહમદિયા સમુદાયો પર અત્યાચાર ગુજારવામાં આવે છે. જે કોઈ ઈસ્લામનો વિરોધ કરે છે તેને ઈસ્લાફેમી કાયદા હેઠળ મૃત્યુદંડની સજા આપવામાં આવે છે.

આખા પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો હતો
વર્ષ 2018માં રિઝવી અને તેની સંસ્થા TLPએ સમગ્ર દેશમાં હંગામો મચાવ્યો હતો. કારણ કે ઈશનિંદા હેઠળ મૃત્યુદંડની સજા પામેલી આસિયા બીબીને સુપ્રીમ કોર્ટે નિર્દોષ જાહેર કરી હતી. કેટલાક દિવસો સુધી રાજધાની ઇસ્લામાબાદ દેશના અન્ય ભાગોથી કપાયેલું રહ્યું. જ્યારે સેનાએ આ મામલે દરમિયાનગીરી કરી અને સંગઠન સાથે સમજૂતી થઈ ત્યારે પરિસ્થિતિ શાંત થઈ ગઈ. આ સમજૂતી બાદ પાકિસ્તાનના કાયદા મંત્રીએ રાજીનામું આપી દીધું હતું. તે 2006 થી વ્હીલ ચેર પર છે.