Not Set/ CoronaUpdateIndia/ ભારતમાં કોરોનાથી થયેલ મોતનો આંકડો 1 હજારને પાર

  દુનિયા હાલમાં કોરોના વાયરસ રોગચાળા સામે લડી રહી છે. વિશ્વભરમાં તેના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. અત્યાર સુધીમાં, વિશ્વભરમાં 31 લાખથી વધુ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે, અત્યાર સુધીમાં બે લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. ભારતમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયનાં ડેટા મુજબ, દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા […]

India
b40c54b5169f5e97198ffb606d70148d 8 CoronaUpdateIndia/ ભારતમાં કોરોનાથી થયેલ મોતનો આંકડો 1 હજારને પાર
b40c54b5169f5e97198ffb606d70148d 8 CoronaUpdateIndia/ ભારતમાં કોરોનાથી થયેલ મોતનો આંકડો 1 હજારને પાર 

દુનિયા હાલમાં કોરોના વાયરસ રોગચાળા સામે લડી રહી છે. વિશ્વભરમાં તેના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. અત્યાર સુધીમાં, વિશ્વભરમાં 31 લાખથી વધુ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે, અત્યાર સુધીમાં બે લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. ભારતમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયનાં ડેટા મુજબ, દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 31,332 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 1,007 લોકોનાં મોત થયાં છે. હાલમાં 22,629 સક્રિય કેસ છે એટલે કે આ લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. વળી અત્યાર સુધીમાં 7,696 દર્દીઓ ઠીક થયા છે.

ભારતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. તેના નવા કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશભરમાં કોરોના વાયરસનાં દર્દીઓની સંખ્યા 31 હજારને વટાવી ગઈ છે. છેલ્લા 12 કલાકમાં, કોરોના વાયરસનાં 1,358 નવા કેસ નોંધાયા છે, જ્યારે મહત્તમ 70 લોકોનાં મોત થયા છે. બુધવારે જાહેર થયેલા આરોગ્ય મંત્રાલયનાં આંકડા મુજબ, દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 31,332 થઈ ગઈ છે. વળી, આ ખતરનાક કોવિડ-19 રોગચાળા દરમિયાન મૃત્યુની સંખ્યા 1,007 પર પહોંચી ગઈ છે.