Not Set/ 5 દિવસ ક્વોરન્ટાઇનનાં નિર્ણય પર રાઘવ ચડ્ડા : દિલ્હીમાં અરાજકતા ફેલાવવા માટે આવા નિર્ણયો…

આમઆદમી પાર્ટીનાં પ્રવક્તા અને દિલ્હી જલ બોર્ડનાં ઉપાધ્યક્ષ રાઘવ ચડ્ડાએ 5 દિવસ ફરજિયાત હોમ ક્વોરેન્ટાઇનનાં નિર્ણય અંગે ભાજપ સરકાર પર શાંબ્દિક પ્રહારો કર્યા છે. તેમણે કહ્યુ કે, ‘ભાજપનાં આ હુકમનામ બાદ સમગ્ર દિલ્હીમાં ખળભળાટ મચી ગયો છે. લોકોનાં મનમાં ડર બેસી ગયો છે કે જો રિપોર્ટ કરાવ્યો અને જો તેમા સંક્રમિત હશું તો પોલીસ તેમને […]

India
f72f0e31d1fb2fcf22f5516d0b2b616f 5 દિવસ ક્વોરન્ટાઇનનાં નિર્ણય પર રાઘવ ચડ્ડા : દિલ્હીમાં અરાજકતા ફેલાવવા માટે આવા નિર્ણયો...
f72f0e31d1fb2fcf22f5516d0b2b616f 5 દિવસ ક્વોરન્ટાઇનનાં નિર્ણય પર રાઘવ ચડ્ડા : દિલ્હીમાં અરાજકતા ફેલાવવા માટે આવા નિર્ણયો...

આમઆદમી પાર્ટીનાં પ્રવક્તા અને દિલ્હી જલ બોર્ડનાં ઉપાધ્યક્ષ રાઘવ ચડ્ડાએ 5 દિવસ ફરજિયાત હોમ ક્વોરેન્ટાઇનનાં નિર્ણય અંગે ભાજપ સરકાર પર શાંબ્દિક પ્રહારો કર્યા છે. તેમણે કહ્યુ કે, ભાજપનાં આ હુકમનામ બાદ સમગ્ર દિલ્હીમાં ખળભળાટ મચી ગયો છે. લોકોનાં મનમાં ડર બેસી ગયો છે કે જો રિપોર્ટ કરાવ્યો અને જો તેમા સંક્રમિત હશું તો પોલીસ તેમને ઘરમાંથી ઉપાડીને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં મોકલી દેશે.

રાઘવ ચડ્ડાએ કહ્યુ કે, મને મારી એસેમ્બલીનાં દરેક ખૂણામાંથી કોલ આવી રહ્યા છે અને લોકો કહી રહ્યા છે કે હવે અમે હવે કોઈ રિપોર્ટ કરાવીશું નહીં, કારણ કે જો સંક્રમિત હશુ તો પોલીસ તેમને પકડીને ક્વોરન્ટાઇન સેન્ટરમાં મોકલી દેશે. તેમણે વધુમાં કહ્યું, ‘અમે અનુમાન લગાવ્યું હતું કે 30 જૂન સુધીમાં અમારે 15,000 બેડની જરૂર પડશે, પરંતુ હવે આ હુકમનામ પછી, 30 જૂન સુધીમાં 90,000 બેડની જરૂર પડશે. દિલ્હી સરકારનું હોમ આઇસોલેશન મોડ્યુલ સમગ્ર દેશમાં શ્રેષ્ઠ છે. સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવે છે, ડોક્ટર 4 વખત કોલ કરે છે. હોમ આઇસોલેશનનું મોડ્યુલ દરેક દેશ અને દરેક શહેર અને દરેક જગ્યાએ લાગુ કરવામાં આવે છે અને તે ખૂબ જ સફળ ચાલી રહ્યું છે.

રાઘવ ચડ્ડાએ વધુમાં જણાવ્યું હતું કે, ‘દિલ્હીમાં 10,000 થી વધુ લોકો ઘરે જ ઠીક થઇ રહ્યા છે અને 10,000 જેટલા લોકો ઠીક થયા છે. તમે અને હું પણ આવી સરળ વાતને સમજી શકીએ છીએ કે 5 દિવસ માટે ક્વોરન્ટાઇન સેન્ટરમાં જઈને, તમે ઠીક થઇ શકશો કારણ કે આ રોગ ઓછામાં ઓછો 14 દિવસ ચાલે છે. દિલ્હીમાં ઇરાદાપૂર્વક અને અરાજકતા પેદા કરવા માટે આવા નિર્ણય લેવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.