અમદાવાદ/ સોલા વિસ્તાર ખાતે ટ્રકનું ટાયર ફાટતા અકસ્માત, ટ્રકની પાછળ ઘૂસી કાર, જુઓ

એસજી હાઇવે પર ટ્રકનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં કારમાં સવાર ફસાયા હોવાનું સામે આવ્યું છે.  

Ahmedabad Gujarat
ટ્રકનું ટાયર
  • અમદાવાદમાં સોલા ખાતે સર્જાયો અકસ્માત
  • એસજી હાઇવે પર ટ્રકનું ટાયર ફાટતા અકસ્માત
  • અકસ્માતમાં કારમાં સવાર ફસાયા
  • ઓવરબ્રિજ પર ટ્રકની પાછળ કાર ઘુસી
  • ઇજાગ્રસ્ત કાર ચાલકને બહાર કઢાયા

અમદાવાદમાં કોરોના કેસની સાથે સાથે માર્ગ અકસ્માતની ઘટના પણ સતત વધી રહી છે. એક પછી એક માર્ગ અકસ્માતની ઘટનઓ સામે આવી રહી છે. ત્યારે આવામાં વધુ એક અકસ્માતની ઘટના શહેરના સોલા વિસ્તારમાંથી સામે આવી છે. એસજી હાઇવે પર ટ્રકનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં કારમાં સવાર ફસાયા હોવાનું સામે આવ્યું છે.  ઇજાગ્રસ્ત કાર ચાલકને બહાર કાઢવામાં આવ્યા હતા. જે બાદ તેઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

આ પણ વાંચો :અલ્પેશ ઠાકોરની હાજરીમાં ઊડ્યાં કોરોના નિયમોના ધજાગરા, માસ્ક વગર ક્રિકેટ રમતા જોવા મળ્યા નેતા

આપને જણાવી દઈએ કે આ પહેલા પણ વાડજ સર્કલ પાસે એએમટીએસ બસે અકસ્માત સર્જયો હતો. અકસ્માત બાદના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. જણાવી દઈએ કે બસ અકસ્માતમાં બસ મંદિરને ટકરાઈ હતી. મંદિર સાથે અકસ્માત થતા મંદિરને નુકસાન થયું હતું. તો અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ સર્જાયો હતો. અને સવાર સવારમાં કામે જતા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો :રાજ્યમાં આગામી દિવસમાં કાતિલ ઠંડીની આગાહી, ઉત્તર ભારતમાં હિમવર્ષાનાં કારણે વધશે ઠંડી

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ઘણા લોકો રોજ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે હવે ટ્રાફિક અને અકસ્માતની સમસ્યાને લઈને પણ તંત્રએ વિચારવું રહ્યું.

આ પણ વાંચો : એશીયાના સૌથી મોટા લખતરના ઢાંકી પમ્પીંગ સ્ટેશન પર પહોંચી ડીબી ડીજીટલની ટીમ

આ પણ વાંચો : 887 કરોડનું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું ડ્રાફ્ટ બજેટ મુકાયું

આ પણ વાંચો :એક વિદ્યાર્થી અને શિક્ષિકા કોરોના સંક્રમિત થતાં, પાંચ દિવસ માટે શાળા બંધ કરાઇ