મહેસાણા/ અલ્પેશ ઠાકોરની હાજરીમાં ઊડ્યાં કોરોના નિયમોના ધજાગરા, માસ્ક વગર ક્રિકેટ રમતા જોવા મળ્યા નેતા

મહેસાણા જિલ્લામાં સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઉડ્યા છે. ભાજપના નેતા અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકો નાઈટ ક્રિકેટના આયોજનમાં એકઠા થયા હતા.

Gujarat Others
અલ્પેશ
  • મહેસાણા જિલ્લામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
  • ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની હાજરીમાં ઉમટી ભીડ
  • ખેરાલુના મંદ્રોપુર ખાતે ક્રિકેટ નાઇટ ટૂર્નામેન્ટ યોજાઈ
  • નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ
  • નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કોવિડ નિયમોનું ઉલ્લંઘન

ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોના કેસ જે રીતે વધી રહ્યા છે તેણે જોતાં એકબાજુ જ્યારે દરેક મોટા મોટા કાર્યક્રમો રદ્દ કરવામાં આવી રહ્યા છે. તો બીજીબાજુ હજુ પણ કોરોનાને લઈને એવા કેટલાક નેતાઓ છે જે  હજુ ગંભીર નથી. રાજ્ય સરકારે નવી કોરોના ગાઇડલાઇન જાહેર કરી કે જેથી કરીને કોરોના નિયંત્રણમાં લાવી શકાય. પરંતુ આ નિયમો પ્રજા તોડે તો તોડે પણ નેતાઓએ તો નિયમો કી ઐસી તૈસી કરવાનુ જાણે કે નક્કી જ કરી લીધુ તેવું હાલ સામે આવ્યું છે.  મહેસાણા જિલ્લામાં સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઉડ્યા છે. ભાજપના નેતા અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકો નાઈટ ક્રિકેટના આયોજનમાં એકઠા થયા હતા. ત્યારે આ કાર્યક્રમનો વીડિયો સામે આવ્યો છે, જેમાં જનમેદની ઉમટેલી દેખાઈ રહી છે.

આ પણ વાંચો : લીંબડીના રળોલ ગામે ધારીયાના ઘા ઝીંકી યુવાનની હત્યા

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે સંત સંમેલન યોજાઇ ગયા બાદ 40થી વધુ નેતાઓ કોરોના પોઝિટીવ આવ્યા. હવે મહેસાણામાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. ખેરાલુના મંદ્રોપુરા ખાતે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી જેમાં કોરોનાના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા. નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ઓપનિંગ કાર્યક્રમ હતો જેમાં ભાજપના નેતા અલ્પેશ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. નેતાની ઉપસ્થિતિમાં જ હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. ન ક્યાંય જોવા મળ્યુ સામાજિક અંતર કે ન કોઇએ માસ્ક પહેર્યુ હતું.

નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કોરોનાની તમામ ગાઈડલાઈનનો ભંગ જોવા મળી રહ્યો હતો. અલ્પેશ ઠાકોરની હાજરીમાં જ હજારોની મેદની એકઠી થઈ હતી. આ વિશે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે પોતાના પક્ષના નેતાનો બચાવ કરતા જોવા મળ્યા હતા. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, અલ્પેશ તેના આયોજનમાં ન હતા. તેઓ કેમ ગયા તેની તપાસ કરીશું. ચૂક થયેલી છે તે દેખાઈ આવે છે. પરિસ્થિતિ ખરાબ છે, સેકન્ડ વેવ કરતા થર્ડ વેવમાં હોસ્પિટલાઈઝેશનનું પ્રમાણ ઓછું છે અને ઓક્સિજનની પણ અછત નથી. સંક્રમણ બહુ નથી.

આ પણ વાંચો :એક વિદ્યાર્થી અને શિક્ષિકા કોરોના સંક્રમિત થતાં, પાંચ દિવસ માટે શાળા બંધ કરાઇ

દિગ્ગજ નેતાની આ હરકતથી અનેક સવાલો ઉભા થાય છે કે, શું અલ્પેશ ઠાકોરને કોરોનાનો નથી લાગતો ડર? જો ગુજરાતના CM કાર્યક્રમ રદ કરી શકે છે, તો અલ્પેશ ઠાકોર કેમ નહિ. કેમ ભાજપના નેતાઓ સરકારના જ નિયમોને ઘોળીને પી જાય છે. કાયદો જો બધા માટે સમાન છે તો પછી નેતાઓને કેમ લાગુ પડતો નથી. કેમ નેતાઓ વારંવાર આ પ્રકારની હરકતો કરી રહ્યાં છે, સાથે જ લોકોના જીવ જોખમે મૂકી રહ્યાં છે. ગુજરાતમાં કોરોનના કેસનો આંકડો 5 હજાર પર પહોંચી ગયો છે, તો શુ નેતાઓ જ જનતાને મોતના મુખમાં ધકેલી રહી છે.

આ પણ વાંચો :મોટા રણમાં ખલેલ પડતા સુરખાબે નાના રણમાં પડાવ નાખી અનોખી માળા વસાહત બનાવી

આ પણ વાંચો :વધતાં કોરોના વાયરસને અટકાવવા માટે હાઇકોર્ટ દ્વારા ગાઇડ લાઇન જાહેર કરવામાં આવી ….

આ પણ વાંચો :એશીયાના સૌથી મોટા લખતરના ઢાંકી પમ્પીંગ સ્ટેશન પર પહોંચી ડીબી ડીજીટલની ટીમ