Gujarat Election/ PM મોદીનો આવતીકાલે અમદાવાદમાં 30 કિમી લાંબો ભવ્ય રોડ શો,સત્તાવાર જાહેરાત બાકિ

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચારના પડધમ શાંત થઇ ગયા છે, હવે બીજા તબક્કા માટે પ્રચાર તેજ બની ગયો છે,

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
10 1 19 PM મોદીનો આવતીકાલે અમદાવાદમાં 30 કિમી લાંબો ભવ્ય રોડ શો,સત્તાવાર જાહેરાત બાકિ
  • PM મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે
  • અમદાવાદમાં 30 કિમી લાંબો યોજાઇ શકે રોડ-શો
  • અમદાવાદની તમામ વિધાનસભા બેઠક આવરી લેવાશે
  • PMO તરફથી સત્તાવાર જાહેરાત બાકી
  • બીજા તબક્કામાં ત્રણ સ્થળે સંબોધશે જનસભા
  • છોટાઉદેપુર,કાલોલ અને હિંમતનગરમાં સભા સંબોધશે
  • ભાજપ ઉમેદવારનાં સમર્થમાં કરશે પ્રચાર

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચારના પડધમ શાંત થઇ ગયા છે, હવે બીજા તબક્કા માટે પ્રચાર તેજ બની ગયો છે, ભાજપે મેગા રેલીની રણનીતિ અપનાવીને ફરી એકવાર રાજયમાં સત્તા મેળવવા માટે પ્રચાર પુરજોશમાં કરી દીધો છે. વડાપ્રધાન મોદી સહિત રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે.PM મોદી આવતીકાલે ભવ્ય રોડ શો કરવા જઇ રહ્યા છે. આવતીકાલે 30 કિલોમીટર લાંબો રોડ શો યોજાઇ શકે છે. આ અંગે પીએમઓ તરફથી કોઇ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઇ નથી.

ઉલ્લેખનીય છે કે બીજા તબક્કા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 જાહેર સભા સંબોધશે. PM મોદી આવતીકાલે છોટાઉદેપુર,કાલોલ, અને હિંમતનગર જન સભા સંભોધશે. જે ભાજપના ઉમેદવારો છે તેમના જન સમર્થન માટે મત માંગશે

નોંધનીય છે કે ગુજરાતમાં પહેલી ડિસેમ્બર અને પાંચમી ડિસેમ્બરે મતદાન યોજાવાનું છે,પરિણામ 8 ડિસેમ્બરે આવશે, હાલ ભાજપે 27 વર્ષ બાદ પણ ભાજપની સરકાર બને તેવી રણનીતિ અપનાવી છે.