New Delhi/ સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં રાહત આપી

ભાજપ કાર્યકર નવીન ઝાએ 2019માં શાહ વિરુદ્ધ તેમની કથિત ટિપ્પણી બદલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.

Top Stories India Breaking News

New Delhi News: સુપ્રીમ કોર્ટે (Supreme Court) આજે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી(Rahul Gandhi)ને રાહત આપી છે. 2019માં લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ ચાઈબાસામાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ (Amit Shah) પર ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીને લઈને રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો (Defamation)કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેંચે ઝારખંડ સરકાર અને બીજેપી નેતાને નોટિસ જારી કરીને ગાંધીની અપીલ પર તેમનો જવાબ માંગ્યો હતો. જો કે સુપ્રીમ કોર્ટે આજે ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે.

Rahul Gandhi's inner circle: A mix of fresh and seasoned leaders - The  Economic Times

ભાજપ અધ્યક્ષ અમિત શાહને ખૂની ગણાવતા તેમના નિવેદન પર એક બીજેપી કાર્યકર્તાએ કેસ દાખલ કર્યો હતો. ભાજપ કાર્યકર નવીન ઝાએ 2019માં શાહ વિરુદ્ધ તેમની કથિત ટિપ્પણી બદલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.

ઝારખંડ હાઈકોર્ટે આ કેસ રદ કરવાનો ઈન્કાર કરી દીધો છે. 2019 માં ચૂંટણી રેલી દરમિયાન ચાઈબાસામાં તેમના એક જાહેર ભાષણ દરમિયાન, રાહુલ ગાંધીએ શાહ માટે ‘કિલર’ શબ્દનો ઉપયોગ કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે સુલતાનપુરની કોર્ટમાં થશે હાજર, ગૃહમંત્રી અમિતશાહ માનહાનિ કેસનો મામલો

આ પણ વાંચો:માનહાનિના કેસમાં રાહુલ ગાંધી કોર્ટમાં હાજર થશે

આ પણ વાંચો:વીર સાવરકર માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને કોર્ટમાં હાજર થવા આદેશ