Maharashtra News/ ઉદ્ધવ ઠાકરેના ભાજપ સરકાર પર પ્રહાર : ગુજરાતમાં પટેલોને આ લોકોએ કર્યા અલગ

મુંબઈ-મહારાષ્ટ્ર પર ભાજપ પર અને કેન્દ્ર સરકારના વલણ પર પોતાની સ્પીચ આપી

Top Stories India

Maharashtra News : મહારાષ્ટ્રમાં હિન્ગી ભાષા પરનો વિવાદ વકરી રહ્યો છે. દરમિયાન ઉધ્ધવ ઠાકરેએ ભાજપ પર પ્રહાર કર્યા હતા. મહારાષ્ટ્રમાં હિન્દી પર ચાલી રહેલા વિવાદ વચ્ચે, ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ શનિવારે મુંબઈના વર્લી ઓડિટોરિયમમાં ‘મરાઠી એકતા’ પર એક રેલી યોજી હતી. ઉદ્ધવ અને રાજ 20 વર્ષ પછી સ્ટેજ પર સાથે જોવા મળ્યા હતા. તેઓ છેલ્લે 2006 માં બાળાસાહેબ ઠાકરેની રેલીમાં સાથે જોવા મળ્યા હતા. ઉદ્ધવને શિવસેનાના વડા બનાવ્યા પછી, રાજે અલગ પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) બનાવ્યો હતો.

તે સમયે બંને વચ્ચેના સંબંધો સારા નહોતા. આટલા સમય પછી બન્ને સાથે આવતા 48 મિનિટ સુધી હિન્દી-મરાઠી ભાષા વિવાદ પર , મુંબઈ-મહારાષ્ટ્ર પર ભાજપ પર અને કેન્દ્ર સરકારના વલણ પર પોતાની સ્પીચ આપી.બન્ને નેતાઓની સ્પીચમાં ગુજરાતમાં પટેલોને લઇને બોલાયેલા ઉદ્ધવ ઠાકરેના શબ્દો ચર્ચામાં આવ્યા છે.. તેમણે ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે આ લોકોએ ગુજરાતમાં પટેલોને અલગ કર્યા છે.

મંચ પરથી બોલતા રાજ ઠાકરેએ કહ્યું કે ત્રણ ભાષાનું સૂત્ર કેન્દ્ર તરફથી આવ્યું: ‘આ ત્રણ ભાષાનું સૂત્ર ક્યાંથી આવ્યું, તે ફક્ત કેન્દ્ર સરકાર તરફથી જ આવ્યું. આજે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં બધું અંગ્રેજીમાં છે. બીજા કોઈ રાજ્યમાં આવું નથી. ફક્ત મહારાષ્ટ્રમાં જ કેમ? જ્યારે મહારાષ્ટ્ર જાગે છે, ત્યારે દુનિયા જુએ છે.’ફક્ત આપણા બાળકો જ નહીં, બધાએ અંગ્રેજી શાળાઓમાં અભ્યાસ કરવો જોઈએ: જ્યારે આપણા બાળકો અંગ્રેજી માધ્યમમાં જાય છે, ત્યારે આપણી મરાઠી પર પ્રશ્નો ઉભા થાય છે. લાલકૃષ્ણ અડવાણીએ એક મિશનરી શાળામાં અભ્યાસ કર્યો હતો.

દક્ષિણમાં, સ્ટાલિન, કાનમોઝી, જયલલિતા, નારા લોકેશ, આર રહેમાન, સૂર્યા, બધાએ અંગ્રેજીમાં અભ્યાસ કર્યો છે. જ્યારે એક વક્તા હિન્દીમાં બોલવાનું શરૂ કર્યું ત્યારે રહેમાન ડાયસ છોડીને ચાલ્યા ગયા. બાળાસાહેબ અને મારા પિતા શ્રીકાંત ઠાકરેએ અંગ્રેજીમાં અભ્યાસ કર્યો છે, પરંતુ તેઓ માતૃભાષા મરાઠી પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હતા.ગુજરાતી હોય કે બીજું કોઈ, તેને મરાઠી આવડવી જોઈએ, પણ જો કોઈ મરાઠી ન બોલતું હોય તો તેને મારવાની કોઈ જરૂર નથી. પણ જો કોઈ નકામું નાટક કરે તો તમારે તેને કાન નીચે મારવી જોઈએ. જો તમે કોઈને મારતા હોવ તો ઘટનાનો વિડીયો ના બનાવો.

‘ઉદ્ધવે 24 મિનિટનું ભાષણ આપ્યું અને કહ્યું મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કહે છે કે તેઓ ગુંડાગીરી સહન કરશે નહીં. તેથી હું તેમને કહેવા માંગુ છું કે જો તેઓ તેમની ભાષા (મરાઠી) પર ગુંડાગીરી કરે છે, તો અમે પણ ગુંડા છીએ.હિન્દી લાદવાનું સહન કરવામાં આવશે નહીં: આઝાદી સમયે, અમે મુંબઈ માટે લડ્યા હતા. તે સમયના રાજકારણીઓ મહારાષ્ટ્રમાં મરાઠીઓ ઇચ્છતા ન હતા. હવે કેન્દ્રમાં મોદી સરકાર હિન્દી, હિન્દુ અને હિન્દુસ્તાન કહે છે. અમે હિન્દુ અને હિન્દુસ્તાન ઇચ્છીએ છીએ પરંતુ હિન્દીનું બળજબરીથી લાદવાનું સહન કરવામાં આવશે નહીં. જો તમારી સાત પેઢીઓ અમારા પર હિન્દી લાદવાનો પ્રયાસ કરશે તો પણ અમે તે થવા દઈશું નહીં.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાહુલ ગાંધી 2024 ની રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર પર આત્મનિરીક્ષણ કરવાને બદલે જનાદેશને નકારી રહ્યા છે : દેવેન્દ્ર ફડણવીસ

આ પણ વાંચો:જો 2029 માં ભાજપ જીતે તો વડાપ્રધાન કોણ બનશે? દેવેન્દ્ર ફડણવીસે નરેન્દ્ર મોદી વિશે કર્યો મોટો દાવો

આ પણ વાંચો:સીએમ બન્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું- બદલાની નહીં, પરિવર્તનની રાજનીતિ કરો