Karnataka/ કર્ણાટકમાં કારમાંથી મળ્યા ત્રણ સળગેલા મૃતદેહ

ખજાનાની લાલચ આપી ત્રણેયની હત્યા કરવામાં આવી હતી

India

 

 Karnataka News : કર્ણાટકના તુમાકુરૂમાં જીલ્લા મુખ્યાલયની પાસે એક નદી કિનારે પડેલી કારમાંથી પોલીસને ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા. મૃતકોની ઓળખ થઈ ચુકી છે. પોલીસનું કહેવું છે કે ખજાનાની લાલચ આપીને તેમની હત્યા કરવામાં આવી હતી.

તુમાકુરૂમાં કારમાંથી પોલીસને ત્રણ સળગેલી હાલતમાં મૃતેહ મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ મૃતકે મેંગલુરૂના બેલથાનગાડીના રહેવાસી હતા. ત્રણેયને કોઈ ખજાનાની લાલચ આપીને બોલાવાયા હોવાનું કહેવાય છે. બાદમાં તેમને લૂંટી લેવાયા હતા. બાદમાં તેમની હત્યા કરીને કારમાં તેમના મૃતદેહ રાખીને કારમાં આગ લગાડી દેવામાં આવી હતી.

તુમાકુરૂના એસપી અશોક કેવીએ જણાવ્યું હતું કે તપાસમાં કેટલા મહત્વના પુરાવા મળ્યા છે. જેમાં સંડોવાયેલી આખી ગેંગને ઝડપી લેવામાં આવશે.

પોલીસને શંકા છે કે ત્રણેયની હત્યા કોઈ અન્ય ઠેકાણે કરવામાં આવી હશે બાદમાં તેમના મૃતદેહ અહીં લાવીને છોડી દેવાયા હશે. બાદમાં કારમાં આગ લગાવી દેવાઈ હતી. પોલીસનું માનવું છે કે આ મામલો કોઈ છુપાયેલા ખજાનાની લાલચ આપીને ત્રણેય મૃતકોને બોલાવ્યા હોવાનો છે. આરોપીઓએ તેમને કહ્યું હશે કે તેમને ખાડામાં દટાયેલો ખજાનો મળ્યો છે. જેમાં સોના ચાંદીના દાગીના છે અને તે સસ્તા ભાવે વેચવા માંગે છે. જ્યારે ભોગ બનનારાઓ પૈસા લઈને તેમને મળવા ગયા તો આરોપીઓએ તેમના પૈસા લૂંટી લઈને તેમની હત્યા કરી નાંખી હતી.

પોલીસ સુત્રોના જમાવ્યા મુજબ આ ગુનામાં છ જણા સામેલ હોવાનું જાણવા મળ્યું છે. જેમાંથી ત્રણની ઓળખ કરી લેવાઈ છે. ફોરેન્સિક રિપોર્ટમાં તેમની હત્યા કોઈ અન્ય ઠેકાણે કરાઈ હોવાનું જણાયું છે. મૃતદેહો સળગાવી દેવાથી તેમની ઓળખ થઈ શકેશે નહી તેવું આરોપીઓનું માનવુ હતું.

મૃતકોની ઓળk રિક્ષા ચાલક શાહુલ, આઈજક અને ઈમ્તીયાઝ તરીકેની થઈ છે.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ sports news/IPL 2024ની શરૂઆત પહેલા આ ટીમનું ટેન્શન થયું ડબલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રમવાનો કર્યો ઇનકાર

આ પણ વાંચોઃ IPL/ચિદંબરમ સ્ટેડિયમની પીચ કઈ ટીમને પ્રથમ મેચ જીતાડશે….