મલપ્પુરમ,
કેરળમાં ઓનર કીલીંગનો ખુબ જ દર્દનાક અને ચકચાર મચાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. પિતાએ જ તેની દીકરીના લગ્ન દિવસે પેટમાં ચાકુ મારીને હત્યા કરી દીધી. પુત્રીની હત્યા કર્યા બાદ તેના પિતા ભાગી ગયો હતા પરંતુ પોલીસે તેની ધરપકડ કરી દીધી છે.
આ કિસ્સો કેરળનો મલપ્પુરમ જીલ્લાનો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ૨૨ વર્ષીય પીડિતા અથીરા એક દલિત છોકરાને પ્રેમ કરતી હતી પરંતુ અથીરાના પિતાને આ વાત જરાય પસંદ નહતી. છેલ્લા ઘણા સમયથી આ વાતને લઈને ઘરમાં વિવાદ ચાલી રહ્યા હતા.
થોડા સમય પછી આ આખો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચી ગયો. પોલીસના જણાવ્યા પ્રમાણે અથીરા જે દલિત યુવકને પ્રેમ કરતી હતી તે યુવક સેનામાં જવાનની ફરજ બજાવે છે. છોકરીના પિતાને આ સંબંધ મંજુર નહતો. જેને કારણે પોલીસની સામે પણ બંને પરિવાર વચ્ચે ઘણી બોલાચાલી થઇ હતી. આખરે બંને પરિવારએ લગ્નની સંમતિ આપી દીધી.
અથીરાના પિતાના મગજમાં ખબર નહિ શું ચાલતું હતું તેમને ક્યાંક ને ક્યાંક આ સંબંધ ખટકતો હતો. પરિવાર તરફથી મંજુરી મળ્યા બાદ તેમના લગ્ન અરીકોડ મંદિરમાં નક્કી થયા. ચાલુ લગ્ન દરમ્યાન પણ અથીરાની તેની પિતા સાથે બોલાચાલી થઇ ગઈ. તેના પિતાએ મગજ પરનો કાબુ ગુમાવ્યો અને માસુમ અથીરાના શરીરમાં ચાકુ ખોંપી દીધું.
આમ લગ્ન જેવા માહોલમાં દુલ્હનના પિતાએ જ ચાકુના વાર જોઇને ઉપસ્થિત તમામ લોકો સ્તબ્ધ થઇ ગયા. અથીરાને ચાકુના લીધે પેટમાં ઊંડી ઈજા થઇ અને સ્થાનિક હોસ્પિટલમાં તત્કાલ ખસેડવામાં આવી પરંતુ સારવાર દરમ્યાન જ અથીરાનું મૃત્યુ થયું. બહરલાલ પોલીસે તેના પિતાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
