Not Set/ ભાજપ અધ્યક્ષના પત્રનો જવાબ આપતા નાયડુએ કહ્યું, “શાહ જુઠ્ઠાણાનો ભંડાર છે”

હૈદરાબાદ, આંધ્રપ્રદેશ રાજ્યને વિશેષ દરજ્જો ન આપવા અંગે TDP પાર્ટીના NDA ગઠબંધનમાંથી અલગ થયા બાદ આ મુદ્દે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ચંદ્રબાબૂ નાયડુને પત્ર લખીને તેઓના નિર્ણયને રાજકારણથી પ્રેરિત અને એકતરફી ગણાવ્યો હતો. ત્યારે આ પત્રને લઇ આંધ્રપ્રદેશના સીએમ અને TDPના સુપ્રીમોએ જવાબ આપ્યો છે. ભાજપના અધ્યક્ષના પત્રનો જવાબ આપતા તેઓએ જણાવ્યું, અમિત શાહનો આ પત્રને […]

India

હૈદરાબાદ,

આંધ્રપ્રદેશ રાજ્યને વિશેષ દરજ્જો ન આપવા અંગે TDP પાર્ટીના NDA ગઠબંધનમાંથી અલગ થયા બાદ આ મુદ્દે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ચંદ્રબાબૂ નાયડુને પત્ર લખીને તેઓના નિર્ણયને રાજકારણથી પ્રેરિત અને એકતરફી ગણાવ્યો હતો. ત્યારે આ પત્રને લઇ આંધ્રપ્રદેશના સીએમ અને TDPના સુપ્રીમોએ જવાબ આપ્યો છે.

ભાજપના અધ્યક્ષના પત્રનો જવાબ આપતા તેઓએ જણાવ્યું, અમિત શાહનો આ પત્રને ખોટાપણાનું ભંડાર કહેતા તેને જણાવ્યું, “કેન્દ્રનું વલણ રાજ્ય પ્રત્યે યોગ્ય નથી અને તેઓ અમારી સરકાર અંગે ખોટા ભ્રમ ફેલાવવામાં આવી રહ્યા છે”.

મહત્વનું છે કે, ભાજપ અધ્યક્ષ અમિત શાહે TDPના નિર્ણય અંગે જણાવતા કહ્યું હતું કે, “એનડીએ સરકારથી અલગ થવાનો ચંદ્રબાબુ નાયડુનો નિર્ણય એકતરફી અને રાજકારણની ભાવનાને પ્રેરિત કરવાનો હતો”.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ શાહના પત્ર અંગે વિધાનસભામાં જવાબ આપતા જણાવ્યું, “અમિત શાહનો પત્ર ખોટાપણાનું ભંડાર છે, જેનાથી તેઓનું વલણ ખબર પડી શકે છે. કેન્દ્ર આજે નોર્થ ઇસ્ટના રાજ્યોને વિશેષ સુવિધાઓ આપી રહી છે. પરંતુ આ જ સુવિધાઓ આંધ્રપ્રદેશને આપવામાં આવી હોત તો અહિયાં કેટલીક ઇન્ડસ્ટ્રીઝ આવી શકી હોત”.

તેઓએ વધુમાં જણાવતા કહ્યું, “અમિત શાહે પોતાના પત્રમાં લખ્યું છે કે કેન્દ્ર એ રાજ્ય માટે વિકાસના કાર્યો માટે ફંડ આપવામાં આવ્યા છે, જેનો રાજય સરકાર ઉપયોગ કરી શકી નથી. અમિત શાહ કહેવા માંગી રહ્યા છે કે આંધ્રપ્રદેશની સરકાર સક્ષમ નથી. અમારી સરકારનો GDP રેટ સારો છે અને કૃષિ સહિત કેટલાક રાષ્ટ્રીય એવોર્ડ પણ મળી ચુક્યા છે. આ છે અમારી કાર્યશૈલીની ક્ષમતા. તમે શા માટે ખોટો ભ્રમ ફેલાવી રહ્યા છો”

મહત્વનું છે કે, પોતાના પત્રમાં ભાજપ દ્વારા આંધ્રપ્રદેશમાં કરાયેલા વિકાસના કાર્યો અંગે શાહે કહ્યું, “પ્રધાનમંત્રી મોદીએ હંમેશા દેશના લોકોના હિતોને ટોચ પર રાખ્યા છે. પીએમ મોદીએ આંધ્રપ્રદેશ રાજ્યની જનતાના વિકાસ અને સમૃદ્ધિ લાવવામાં કોઈ કસર છોડી નથી”.

https://twitter.com/ANI/status/977405856751996928/photo/1

અમિત શાહે પોતાના પત્રમાં વધુમાં જણાવતા કહ્યું હતું કે, “કેન્દ્ર સરકારે પોતાના પ્રથમ ત્રણ વર્ષમાં આંધ્રપ્રદેશના સૌથી પછાત ૭ જિલ્લાઓ માટે ૧૦૫૦ કરોડ રૂપિયા આપ્યા છે અને જેમાંથી રાજ્ય દ્વારા માત્ર ૧૨ ટકા જ ફંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.