Ahmedabad News/ અસલાલી પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો; ભીવંડીથી બે આરોપી ઝડપાયા

Ahmedabad News : અમદાવાદ ગ્રામ્યના અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રજનીગંધા ગોડાઉનમાં થયેલી ઘરફોડ ચોરી(Theft)ના કેસનો પોલીસે ભેદ ઉકેલી દીધો છે. પોલીસે ટેકનિકલ એનાલિસિસ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને CCTV ફૂટેજની મદદથી મહારાષ્ટ્ર સુધી પહોંચીને બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ઘટના અંગે 07/04/2026ના રોજ અસરારી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. અજાણ્યા ઇસમોએ રાત્રિના સમયે ગોડાઉનનું શટર […]

Gujarat Ahmedabad
અમદાવાદ ગ્રામ્યના અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રજનીગંધા ગોડાઉનમાં થયેલી ઘરફોડ ચોરી(Theft)ના કેસનો પોલીસે ભેદ ઉકેલી દીધો છે

Ahmedabad News : અમદાવાદ ગ્રામ્યના અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રજનીગંધા ગોડાઉનમાં થયેલી ઘરફોડ ચોરી(Theft)ના કેસનો પોલીસે ભેદ ઉકેલી દીધો છે. પોલીસે ટેકનિકલ એનાલિસિસ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને CCTV ફૂટેજની મદદથી મહારાષ્ટ્ર સુધી પહોંચીને બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

આ ઘટના અંગે 07/04/2026ના રોજ અસરારી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. અજાણ્યા ઇસમોએ રાત્રિના સમયે ગોડાઉનનું શટર તોડી અંદર પ્રવેશ કરી ચોરી(Theft) ને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. આ મામલે ભારતીય ન્યાય સંહિતા હેઠળ કલમ 331(4), 305 અને 54 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

પોલીસ મહાનિરીક્ષક રાઘવેન્દ્ર વત્સ (અમદાવાદ રેન્જ) અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક નીલમ ગોસ્વામીના સૂચન અનુસાર અસરારી પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એસ. ચૌધરીની આગેવાનીમાં અલગ-અલગ ટીમો રચવામાં આવી હતી.

તપાસ દરમિયાન 50થી વધુ CCTV ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા, જેમાં ચોરી(Theft)માં ઉપયોગ થયેલી બોલેરો ગાડીની ઓળખ થઈ હતી. ટેકનિકલ તપાસ અને આગળની કડી જોડતાં વાહન મહારાષ્ટ્ર રાજ્ય સાથે સંકળાયેલ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ એક પોલીસ ટીમ મહારાષ્ટ્ર મોકલવામાં આવી હતી.

મળેલી ચોક્કસ માહિતીના આધારે પોલીસે ભિવંડી વિસ્તારમાંથી બે આરોપીઓને ઝડપી લીધા છે.

પકડી પડાયેલા આરોપીઓ

  1. અખતરઅલી સ/ઓ રહેમતઅલી શેખ, ઉ.વ. 34, ભિવંડી, મહારાષ્ટ્ર
  2. મોહમદઅનસ સ/ઓ હકીમખાન નજીરખાન, ઉ.વ. 26, ભિવંડી, મહારાષ્ટ્ર

વોન્ટેડ આરોપીઓ

  1. અકબરખાન
  2. કૈસરખાન
  3. શાહરુખ
  4. અરબાજ
  5. મહમદઅલી
  6. શરીફ

મુદ્દામાલ કબજે

પોલીસે ચોરી(Theft)નો મુદ્દામાલ અને ઉપયોગમાં લેવાયેલી બોલેરો ગાડી (MH-04-LY-0161) સહિત કુલ અંદાજે ₹19,47,908નો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસે જણાવ્યું છે કે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે અને સમગ્ર ગેંગને ઝડપવા માટે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ કામગીરી અસલાલી પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એસ ચૌધરી, પીએસઆી આર.એસ.રબારી,હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ શીવરાજભાઈ, અનિરૃધ્ધદાન આયદાન, રઘુભાઈ રણછોડભાઈ, પોલીસ કોન્સ્ટેબલ દિપકસિંહ બહાદુરસિંહ, દિવ્યરાજસિંહ ગીરવતસિંહ, વિનોદભાઈ મનુભાઈ, મહિપાલસિંહ દિલીપસિંહ,બલવીરદાન હસુદાન, હરપાલસિંહ બનેસિંહ તથા જીતેન્દ્રકુમાર ચંદ્રકાંતભાઈએ બજાવી હતી.


આ પણ વાંચો : કચ્છમાં ખનીજ માફિયાઓ પર સપાટો! ગઢશીશાની સીમમાં ચાલતી બેન્ટોનાઇટ ચોરી પર LCB નો દરોડો