Rajkot News/ રાજકોટના કોઠારિયા વિસ્તારમાં 13 વર્ષની કિશોરીએ 11 લાખના દાગીની કરી ચોરી

રાજકોટના કોઠારિયા વિસ્તારમાં 13 વર્ષની કિશોરીએ 11 લાખના દાગીના ચોર્યા (Gold Theft). પોલીસે ઝડપી કાર્યવાહી કરી દાગીના પરત અપાવ્યા.

Top Stories Gujarat Rajkot Breaking News
Gold Theft

Rajkot News:રાજકોટ શહેરના કોઠારિયા વિસ્તારમાં એક ચોંકાવનારી અને સંવેદનશીલ ચોરીની (Gold Theft) ઘટના સામે આવી છે. 13 વર્ષની એક કિશોરીએ કોઠારિયા વિસ્તારમાં આવેલા એક ઘરમાંથી આશરે 11 લાખ રૂપિયાના મૂલ્યના સોના-ચાંદીના દાગીના ચોરી કર્યા હતા. રાજકોટ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને કિશોરીના વાલીની વિસ્તૃત પૂછપરછ કરી અને ચોરાયેલા તમામ દાગીના માલિકને પરત આપી દીધા છે.

કોઠારિયા વિસ્તારમાં થઈ હતી ચોરી (Gold Theft)

ઘટનાની વિગતો અનુસાર, કોઠારિયા વિસ્તારના એક વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના ઘરમાંથી મોંઘા દાગીના ચોરાઈ (Gold Theft) ગયા છે. પોલીસે તપાસ શરૂ કરતાં જ તેમની તપાસ કિશોરી તરફ વળી. કિશોરીની ઉંમરને ધ્યાનમાં રાખીને પોલીસે તેના વાલીને સમન્સ કરી પૂછપરછ હાથ ધરી હતી.

પોલીસની પૂછપરછ અને સમજાવટ પછી વાલીએ ચોરાયેલા દાગીના પરત કરવાની જવાબદારી સ્વીકારી હતી. અત્યાર સુધીમાં તમામ દાગીના માલિકને સુરક્ષિત રીતે પરત આપી દેવામાં આવ્યા છે.રાજકોટ પોલીસે આ મામલે અત્યંત સંવેદનશીલ અને ત્વરિત પગલાં લીધાં છે. કિશોરીની નાની ઉંમરને જોતાં તેને બાળક તરીકે જોવામાં આવી છે.


આ પણ વાંચો:રાજકોટની 120 કિલો ચાંદી ચોરી કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી

આ પણ વાંચો:રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચોરીનો ચોંકાવનારો કિસ્સો,મૃતકના ખિસ્સા માંથી રૂ.19,800 ગાયબ

આ પણ વાંચો:રાજકોટમાં સ્ટેમ્પ ડયુટી ચોરીનો મોટો ખુલાસો, ગેલેક્સી ગ્રુપને રૂ. 4.46 કરોડનો દંડ