લખનૌ
આયુષ્માન ભારત યોજના હેઠળ વડાપ્રધાન મોદીએ દેશની જનતાને ઘણા મોટા-મોટા વાયદા કર્યા હતા. વાયદા તો કરી લીધા પરંતુ આ યોજનાને પર ડોકટરોએ કોઈ પ્રતિક્રિયા દર્શાવી નથી. આ લાભને લઈને લોકો કેટલી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેનું ઉદાહરણ સામે આવ્યું છે. લખનૌની કિંગ્સ જોર્જ મેડીકલ યુનીવર્સીટીમાં શાહજહાપુરના દર્દી સારવાર અર્થે આવ્યા હતા. હોસ્પીટલના ડોક્ટરોએ આયુષ્માન ભારત યોજના હેઠળ સારવાર કરવાની ના પાડી દીધી હતી.
#Lucknow: Man alleges that a doctor at King George's Medical University refused to treat his relative in spite of having a 'Ayushmaan Bharat' card & told him to go to PM Modi. (22.10.18) pic.twitter.com/n0che9PzyS
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 24, 2018
દર્દીએ આરોપ લગાવ્યો છે કે તેમની સાથે આયુષ્માન કાર્ડ હોવા છતાં હોસ્પિટલના ડોકટરે તેમની સારવાર કરવાની ના પડી દીધી હતી અને કહ્યું હતું કે મોદી પાસેથી પૈસા લઈને આવો. મોદી પાસેથી પાસીં લઈને આવશો તો જ તમારો મફતમાં ઈલાજ થશે. તો બીજી તરફ હોસ્પિટલે આ મામલે પોતાનો બચાવ કર્યું છે.
#Lucknow: We were among the first hospitals to implement Ayushmaan Bharat program. Action will be taken against the doctor. : Santosh Kumar, Media Incharge, King George's Medical University (22.10.18) pic.twitter.com/eBdIeP4FPm
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 24, 2018
હોસ્પીટલના મીડિયા ઇન્ચાર્જે કહ્યું હતું કે આયુષ્માન ભારત યોજના લાગુ કરનારા લોકોમાંથી અમે સૌથી પહેલા હતા. અને જો દર્દીનું કહેવાનું સાચું નીકળશે તો અમે ડોક્ટર પર યોગ્ય કાર્યવાહી કરશું.
સુત્રોના જણાવ્યા પ્રમાણે શાહજહાપુરના કમલેશ પોલ પર કામ કરતી વખતે ઈજા પામ્યા હતા ત્યારબાદ તેમના પરિવાર સાથે તેઓ સારવાર અર્થે હોસ્પિટલ આવ્યા હતા.
કેજીએમયુ પહોચ્યા બાદ ત્યાના ડોકટરે આયુષ્માન ભારત કાર્ડ હોવાને લીધે મફતમાં સારવાર કરવાની વાતથી ભડકી ગયા હતા. અને કહ્યું હતું કે જાઓ પહેલા મોદી પાસેથી રૂપિયા લઈને આવો.
હાલ આ દર્દી પૈસા આપીને હોસ્પીટલમાં સારવાર લઇ રહ્યા છે.
