Not Set/ ઉદ્ધવ ઠાકરે કહ્યું – આગામી 6 મહિના સુધી મહારાષ્ટ્રમાં માસ્ક પહેરવું ફરજિયાત

ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ કર્ફ્યુ અથવા અન્ય લોકડાઉન લાગુ કરવામાં આવશે નહીં. આ સિવાય તેમણે કહ્યું કે રાજ્યમાં કોરોના વાયરસથી ચેપ લાગવાની સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં નથી.

Top Stories India

મહારાષ્ટ્રમાં, કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, રવિવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આગામી છ મહિના સુધી માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. તેમણે કહ્યું કે હું નાઇટ કર્ફ્યુ અથવા મહારાષ્ટ્રમાં અન્ય કોઈ લોકડાઉનની તરફેણમાં નથી.

ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ કર્ફ્યુ અથવા અન્ય લોકડાઉન લાગુ કરવામાં આવશે નહીં. આ સિવાય તેમણે કહ્યું કે રાજ્યમાં કોરોના વાયરસથી ચેપ લાગવાની સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં નથી.

સોશિયલ મીડિયા દ્વારા રાજ્યની જનતાને સંબોધિત કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે નિષ્ણાંતો ફરી એકવાર રાત્રિ કર્ફ્યૂ અને લૉકડાઉન લાદવાની તરફેણમાં છે પરંતુ તેઓ આ પ્રકારના પગલાના સમર્થનમાં નથી. તેમણે કહ્યું કે રાજ્યમાં કોરોના વાઈરસનો ચેપ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં આવી શક્યો નથી, તો પણ સ્થિતિ નિયંત્રણમાં છે.

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ઈલાજ કરતા વધુ સારી સુરક્ષા છે. ઓછામાં ઓછા આવતા 6 મહિના સુધી સાર્વજનિક સ્થળો પર માસ્ક પહેરવાની આદત બનાવી લેવી જોઈએ અને માસ્ક પહેરવું એટલું જ ફરજિયાત છે.

શનિવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 3,940 નવા કેસ નોંધાયા છે અને 74 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે, અહીં સંક્રમિતોની કુલ સંખ્યા 18,92,707 રહી છે. આમાંથી 48,648 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ પણ વાંચો – addressed / પૂર્વ વડાપ્રધાનનાં જન્મદિવસ પર PM મોદી UP નાં ખેડૂતો સાથે કર…

આ પણ વાંચો –Covid19 / ઇટાલીમાં નવા વર્ષમાં થઈ શકે છે લોકડાઉન, હરવા ફરવા પર રહેશે પ…

આ પણ વાંચો –મહામારી બાદ આવશે સદીનું મહાબજેટ, નાણામંત્રીએ આપ્યા સંકેત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…