વડા પ્રધાન નરેન્દ્ર મોદી 25 ડિસેમ્બરે પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીનાં જન્મદિવસ નિમિત્તે ઉત્તર પ્રદેશના ખેડૂતો સાથે વાતચીત કરશે. ભાજપના મતે, ઉત્તર પ્રદેશના લગભગ 2500 વિસ્તારના ખેડુતો આ સંવાદમાં ભાગ લેશે.
શનિવારે જારી કરાયેલા એક નિવેદનના અનુસાર પાર્ટીએ આ કાર્યક્રમને લઈને તૈયારીઓ ઝડપી કરી દીધી છે. યુપી ભાજપના પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહ અને પાર્ટી નેતા રાધા મોહન સિંહે પણ આ કાર્યક્રમને લઈને રાજ્યના જુદા જુદા ભાગોના પાર્ટી કાર્યકરો સાથે વર્ચુઅલ મીટિંગ કરી હતી. રાધા મોહનસિંહે કહ્યું કે નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકાર ગરીબો અને ખેડૂતોના કલ્યાણ માટે સમર્પિત છે.
રાધા મોહન સિંહે કહ્યું, “મોદી સરકારમાં જે કામો કરવામાં આવ્યા તે જો અગાઉની સરકારોમાં કરવામાં આવત, તો આજે ખેડૂતોની સ્થિતિ વધુ સારી હોત.” તેમણે વિરોધી પક્ષો પર કેન્દ્ર દ્વારા લાવવામાં આવેલા નવા કૃષિ કાયદાઓ વિશે જૂઠ્ઠાણુ ફેલાવવાનો પણ આરોપ લગાવ્યો.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
