Health Alert:જો તમે છેલ્લા થોડા વર્ષોમાં સુપરમાર્કેટ કે ઓનલાઈન ગ્રોસરી એપ જોઈ હોય, તો તમને દરેક જગ્યાએ ‘હાઈ પ્રોટીન’ (High Protein) લખેલું જોવા મળશે. દૂધ, બ્રેડ, બિસ્કિટ, લોટ અને સ્નેક્સના પેકેટ પર મોટા અક્ષરે “20g, 30g પ્રોટીન” લખેલું હોય છે.
ભારતીયોમાં પ્રોટીન (Protein) ની ઉણપ છે તે વાત સાચી છે, પરંતુ શું આ તૈયાર પેકેજ્ડ ફૂડ તેનો સાચો ઉકેલ છે? કે પછી તે માત્ર એક માર્કેટિંગ ગિમિક છે? નિષ્ણાતો, ડાયેટિશિયન અને ફિટનેસ કોચના મતે આ ટ્રેન્ડ પાછળનું કડવું સત્ય જાણવું ખૂબ જરૂરી છે.
ભારતીયોમાં પ્રોટીન (Protein)ની ઉણપ અને માર્કેટિંગનો ખેલ
ICMR-NIN ના ડેટા મુજબ, એક સામાન્ય ભારતીય પુખ્ત વ્યક્તિને તેના વજનના પ્રતિ કિલોગ્રામ દીઠ 0.83 ગ્રામ પ્રોટીનની જરૂર હોય છે (દા.ત. 70 કિલો વજન હોય તો 58 ગ્રામ પ્રોટીન). ભારતમાં શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં પ્રોટીનની ઉણપ જોવા મળે છે. બસ, આ જ ડેટાનો લાભ ઉઠાવીને ફૂડ કંપનીઓ સામાન્ય પ્રોડક્ટ્સમાં પ્રોટીન ઉમેરીને તેને ‘હેલ્ધી’ ગણાવીને ઊંચા ભાવે વેચી રહી છે.
પેકેટ પરના દાવાઓનું વાસ્તવિક સત્ય
સેલિબ્રિટી ફિટનેસ કોચના મતે, ઘણા દાવાઓ માત્ર માર્કેટિંગ છે. ઉદાહરણ તરીકે, કોઈ પ્રોડક્ટ 100 ગ્રામમાં 50-60 ગ્રામ પ્રોટીન હોવાનો દાવો કરે તો તે આદર્શ રીતે શક્ય નથી. ઘણીવાર 250 મિલીના ‘હાઈ પ્રોટીન’ દૂધમાં માત્ર 7-8 ગ્રામ વધારાનું પ્રોટીન હોઈ શકે છે, પરંતુ માર્કેટિંગમાં તેને ખૂબ વધારીને બતાવવામાં આવે છે. લેબલ પર મોટા અક્ષરે લખેલા આંકડા જોઈને અંજાઈ જવું ન જોઈએ.
‘સુગર ફ્રી’ અને પ્રોસેસ્ડ પ્રોટીનની આડઅસરો
ઘણા હાઈ પ્રોટીન (Protein) બાર કે બિસ્કિટમાં ‘સુગર ફ્રી’ લખેલું હોય છે, પરંતુ તેમાં મીઠાશ માટે ‘પોલીઓલ’ (Polyols/Maltitol) જેવા કેમિકલ વપરાય છે.
નુકસાન: આના વધુ પડતા સેવનથી પેટ ફૂલવું, ગેસ અને ડાયેરિયા જેવી પાચનની સમસ્યાઓ થઈ શકે છે.
કિડની પર અસર: જેમને પહેલાથી કિડનીની તકલીફ છે તેમના માટે વધુ પડતું પ્રોસેસ્ડ પ્રોટીન નુકસાનકારક સાબિત થઈ શકે છે.
કુદરતી ખોરાક vs કોમર્શિયલ પ્રોડક્ટ્સ
નિષ્ણાતો એકી અવાજે કહે છે કે પ્રોટીન (Protein) નો શ્રેષ્ઠ સ્ત્રોત તમારું રસોડું છે. દાળ, ઈંડા, પનીર, ચણા, સોયા અને દહીં જેવી વસ્તુઓ સસ્તી અને સુરક્ષિત છે.
પેકેજ્ડ પ્રોડક્ટ્સમાં પ્રોટીન (Protein) તો મળે છે, પણ તેની સાથે બિનજરૂરી સુગર, પ્રિઝર્વેટિવ્સ અને કેલરી પણ શરીરમાં જાય છે. નેચરલ ફૂડમાં ફાઈબર અને અન્ય પોષકતત્વોનું સંતુલન હોય છે, જે પેકેજ્ડ ફૂડમાં હોતું નથી.
લેબલ વાંચતા શીખો: છુપા શત્રુઓને ઓળખો
માત્ર આગળના ભાગે લખેલું “High Protein” જોઈને પ્રોડક્ટ ન ખરીદો. પાછળના ભાગે ઘટકો (Ingredients) વાંચો.
જો તેમાં માલ્ટોડેક્સ્ટ્રિન, ફ્રુક્ટોઝ, ગ્લુકોઝ (Glucose)સીરપ જેવા નામ હોય, તો તેમાં છુપાયેલી ખાંડ છે.
ઘણીવાર પ્રોટીન વધારવા માટે સસ્તા અને હલકી ગુણવત્તાના એમિનો એસિડ્સ ઉમેરવામાં આવે છે. માટે હંમેશા પ્રોટીન અને કેલરીનો રેશિયો ચેક કરો.
પ્રોટીન (Protein) શરીર માટે જરૂરી છે, પણ ‘હાઈ પ્રોટીન’ (High Protein) લખેલી દરેક વસ્તુ હેલ્ધી (Healthy)નથી હોતી. આંધળું અનુકરણ કરવાને બદલે ઘરના સાત્વિક ખોરાક પર ભરોસો રાખો અને જો સપ્લિમેન્ટની જરૂર પડે તો ડોક્ટરની સલાહ મુજબ જ લો.
આ પણ વાંચો: વાળ ખરવાથી પરેશાન છો? મોંઘા તેલ ભૂલી જાઓ, ઘરે જ બનાવો આયુર્વેદિક તલનું તેલ
આ પણ વાંચો : મોંઘીદાટ ક્રીમ અને લોશન પણ જે કામ નથી કરતા, તે આ 5 કુદરતી તેલ કરશે: શિયાળામાં ડ્રાય સ્કિનને કહો બાય-બાય
આ પણ વાંચો: સ્ટ્રેચ માર્ક્સથી કંટાળી ગયા છો? મોંઘી ક્રીમ પાછળ ખર્ચ કરવાનું છોડો, રસોડાની આ 6 વસ્તુઓ છે અકસીર ઈલાજ!



