auto and tech/ બંધ કારમાં સૂઈ જવાનું અકસ્માત જેવી ગંભીર ઘટનાને આપી શકે છે આમંત્રણ

જો તમે બંધ કારમાં (પાર્ક કરેલી કારમાં) એસી ચાલુ રાખીને સૂઈ જાઓ છો, તો સાવચેત રહો, કારણ કે તે તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

Top Stories Trending

In Car Be Careful:  તમે બંધ કારમાં (પાર્ક કરેલી કારમાં) એસી ચાલુ રાખીને સૂઈ જાઓ છો, તો સાવચેત રહો, કારણ કે તે તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે. દેહરાદૂનમાં તાજેતરમાં જ એક કિસ્સો સામે આવ્યો છે. ઘટના સમયે કારનું એન્જિન ચાલુ હતું એસી ગેસ અને તાપમાનના કારણે કારમાં બે લોકોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે પાર્ક કરેલી કારમાં આખી રાત સતત AC ચાલુ રહેવાના કારણે ગેસ અને તાપમાનની અસરને કારણે આ મોત થયું છે. જો તમે પણ આ જ ભૂલ કરો છો તો…સાવધાન રહો! આમ કરવું મૃત્યુને આમંત્રણ આપવા જેવું છે.

કાર નિષ્ણાતોનું કહેવું છે કે પાર્ક કરેલી કારમાં જ્યારે AC ચાલુ કરવામાં આવે છે ત્યારે તેમાં આવતા ગેસ ધીમે-ધીમે માનવ શરીરમાં પ્રવેશવા લાગે છે. આવી સ્થિતિમાં જો વ્યક્તિ સૂતો હોય તો તેને બિલકુલ ધ્યાન નથી પડતું કે તેના શરીરમાં ઓક્સિજનની કમી છે.

શરીરમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધુ હોવાથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને કેટલીક વખત તો કારના ACના કારણે અંદરથી ઠંડો પડી જવાથી મૃત્યુ પણ થઈ જાય છે. આના કારણે એન્જીન ખૂબ જ ગરમ થવા લાગે છે, તેથી એસીને વધુ ચલાવવાથી અકસ્માતનો ખતરો ઘણી હદ સુધી વધી જાય છે.

તેનાથી બચવાના ઉપાયો પણ જાણો
જો તમને પાર્ક કરેલી કારમાં AC ચલાવવાની ખૂબ જ જરૂર લાગે છે, તો સૌ પ્રથમ કારની બારી થોડી નીચી કરો, આમ કરવાથી ઓક્સિજન અંદર આવશે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર જશે. જેના કારણે કારમાં બેઠેલા લોકોને શ્વાસ લેવામાં કોઈ તકલીફ નહીં પડે અને તમે સુરક્ષિત અનુભવી શકશો.

ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો કારને સંપૂર્ણપણે બંધ કરીને સૂઈ જાય છે, જે અત્યંત જોખમી સાબિત થાય છે. એટલું જ નહીં, લોકો કલાકો સુધી એસી ચાલુ રાખીને સૂઈ જાય છે. આમ કરવું અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. જો તમારે કારમાં સૂવું હોય તો તમે બારી નીચે રાખીને સૂઈ શકો છો. આ સિવાય બંધ કારમાં હંમેશા એક્ઝોસ્ટ ફેન ચાલુ રાખો. ધ્યાનમાં રાખો કે કારના રેડિએટર, એન્જિન અને એક્ઝોસ્ટ ફેન નિયમિતપણે સર્વિસ કરાવતા હોવા જોઈએ. ઉનાળામાં બંધ કારમાં જ્યારે AC ચાલુ હોય ત્યારે કાર્બન મોનોક્સાઇડ ગેસ એન્જિનમાંથી પસાર થાય છે અને ઝેરી બની જાય છે જે શરીર માટે જોખમી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઓનલાઈન ફોન ઓર્ડર કર્યો? જો ખામીવાળો નીકળ્યો… તમે શું કરશો…

આ પણ વાંચો:માઈક્રોસોફ્ટ આઉટેજ: Glitchની ખબર પડી, ઉકેલવામાં લાગશે સમય

આ પણ વાંચો:વૈશ્વિક ડિજિટલ પેમેન્ટમાં ભારતનો સિંહફાળો