Amreli News/ રાજુલા માર્કેટિંગ યાર્ડમાં હવે પરસાણા યુગની શરૂઆત, ફટાકડા અને મીઠાઈ સાથે વધામણાં

અમરેલીના રાજુલા (Rajula) માર્કેટિંગ યાર્ડમાં 15 વર્ષ બાદ નવા હોદ્દેદારોની વરણી થઈ છે. રાજુભાઈ પરસાણા નવા ચેરમેન બન્યા છે. જાણો વિગતવાર અહેવાલ.

Gujarat Others Trending
Rajula

Rajula APMC Election News: અમરેલી જિલ્લાના સહકારી રાજકારણના ગઢ ગણાતા Rajula માર્કેટિંગ યાર્ડમાં લાંબા સમયથી ચાલી રહેલી હોદ્દેદારોની પસંદગીની પ્રક્રિયાનો આજે સુખદ અંત આવ્યો છે. રાજુલા યાર્ડમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. યાર્ડના નવા સુકાની તરીકે રાજુભાઈ પરસાણાની ચેરમેન તરીકે અને પીઠાભાઈ નકુમની વાઈસ ચેરમેન તરીકે  વરણી કરવામાં આવી છે.

બિનહરીફ વરણી અને ભાજપનો દબદબો

રાજુલા માર્કેટિંગ યાર્ડની આ ચૂંટણીમાં અગાઉ જ તમામ ડાયરેક્ટરો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. આજે યોજાયેલી ખાસ બેઠકમાં સર્વાનુમતે ચેરમેન અને વાઈસ ચેરમેનના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત થતા જ યાર્ડ પરિસરમાં હાજર કાર્યકરોએ ફટાકડા ફોડી અને એકબીજાના મોં મીઠા કરાવીને વિજયોત્સવ મનાવ્યો હતો.

જીગ્નેશ પટેલના 15 વર્ષના શાસનનો અંત

રાજુલા (Rajula) યાર્ડમાં છેલ્લા દોઢ દાયકાથી એટલે કે 15 વર્ષથી જીગ્નેશ પટેલનું એકહથ્થુ શાસન ચાલતું હતું. હવે નવા હોદ્દેદારોની નિમણૂક સાથે યાર્ડમાં નવા નેતૃત્વનો ઉદય થયો છે. ભાજપે આ વખતે નવા ચહેરાઓને તક આપીને સહકારી ક્ષેત્રમાં મોટો ફેરફાર કર્યો છે.

ખેડૂતોનો વિકાસ એ જ પ્રાથમિકતા

નવનિયુક્ત ચેરમેન રાજુભાઈ પરસાણાએ પદભાર સંભાળતાની સાથે જ જણાવ્યું હતું કે, “પક્ષના મોવડી મંડળે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું આભારી છું. અમારી પ્રાથમિકતા હંમેશા ખેડૂતોનું હિત રહેશે. યાર્ડના વહીવટમાં પારદર્શકતા લાવી ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળે અને સુવિધાઓમાં વધારો થાય તે દિશામાં અમારી ટીમ કાર્યરત રહેશે.”

આ વરણીથી રાજુલા અને આસપાસના પંથકના સહકારી ક્ષેત્રમાં ભાજપની પકડ વધુ મજબૂત બની છે, જેની અસર આગામી સ્થાનિક ચૂંટણીઓ પર પણ જોવા મળી શકે છે.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: અમરેલીના રાજુલામાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ

આ પણ વાંચો: અમરેલીના રાજુલામાં મળ્યો વધુ એક સિંહણનો મૃતદેહ