Not Set/ દિલ્હી : કેજરીવાલ તારી દીકરીનું કિડનેપ કરી લઈશું અને….

દિલ્હીના સીએમ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થઇ ગયો છે. હજુ થોડા સમય પહેલા જ કેજરીવાલ પર તેમની ઓફીસની બહાર એક વ્યક્તિએ મરચાના પાવડરથી હુમલો કર્યો હતો. Delhi Chief Minister's Office received an anonymous mail on January 9 that threatened to kidnap CM Arvind Kejriwal's daughter. Delhi Police has deployed a Protective Service Officer (PSO) for CM's […]

Top Stories India Trending Politics

દિલ્હીના સીએમ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થઇ ગયો છે. હજુ થોડા સમય પહેલા જ કેજરીવાલ પર તેમની ઓફીસની બહાર એક વ્યક્તિએ મરચાના પાવડરથી હુમલો કર્યો હતો.

બુધવારે દિલ્હીના સીએમના કાર્યાલયમાં કોઈએ ધમકી ભર્યો મેઈલ મોકલ્યો હતો. આ મેઈલમાં સીએમની દીકરીનું અપહરણ કરી દેવાની ધમકી આપવામાં આવી છે.આવો મેઈલ આવ્યા બાદ હડકંપ મચી ગયો હતો. મુખુમંત્રીના કાર્યાલયના અધિકારીઓએ તરત જ આ વાતની જાણ પોલીસને કરી હતી.

દિલ્હી પોલીસને સુચના મળતા જ તેમણે સીએમ કેજરીવાલની દીકરીની સુરક્ષા વધારી દીધી છે. આ મામલે દિલ્હી પોલીસે એક પ્રોટેકટીવ સર્વિસ ઓફિસર (પીએસઓ) નિયુક્ત કર્યા છે.એટલું જ નહી પરંતુ આ આખો મામલો દિલ્હી પોલીસના સાયબર સેલને સોંપી દેવામાં આવ્યો છે. સાયબર સેલ દ્વારા આ કેસને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે.