Ahmedabad News: અમદાવાદ શહેરમાં (Ahmedabad City) જમાલપુર (Jamalpur) વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ સ્કૂલની જગ્યામાં દુકાનો બનાવી દેવાનો આક્ષેપ ધારાસભ્ય અમિત શાહે (MLA Amit Shah) સંકલન સમિતિમાં કર્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર એમ. થેન્નારસનની અધ્યક્ષતામાં એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે સંકલન સમિતિમાં કમિશ્નરને સવાલો કર્યા હતા. બેઠકમાં જમાલપુર કાચની મસ્જિદ પાસે 20 વર્ષ પહેલા ઉર્દુ શાળા આવેલી હતી. જ્યાં 200 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. શાળા બાદમાં કોઈ કારણોસર બંધ કરી દેવામાં આવી હતી. બાદમાં નજીકમાં રહેતા બિલ્ડર સલીમ પઠાણ દ્વારા અંદાજે 10 દુકાનો ગેરકાયદેસર બનાવી 12 હજાર લેખે ભાડુ વસૂલતો હોવાનો આક્ષેપ કર્યો હતો.

સંકલન સમિતિમાં અમિત શાહે કમિશ્નર થેન્નારસનને પૂછ્યું હતું કે, ઉર્દુ શાળાની અત્યારે શું સ્થિતિ છે? ત્યારે અધિકારીએ જણાવ્યું કે શાળા હાલમાં બંધ છે. તો ધારાસભ્યએ આક્ષેપ કરતા કહ્યું કે, મ્યુનિ. શાળાની જગ્યાએ હવે શોપિંગ સેન્ટર બની ગયું છે. હાલમાં જ તપાસ કરાવો. જો શાળા બંધ હશે તો ધારાસભ્ય તરીકે હું રાજીનામું આપી દઈશ. આમને ખબર જ નથી કે શોપિંગ સેન્ટર બની ગયું છે. તેમને કાઢી મૂકવા જોઈએ. કોમ્પલેક્સની જાણ કોર્પોરેશનને તો કરવી જોઈએ ને.
દુકાનોનું બાંધકામ શરૂ થયું તે સમયથી લોકોએ કોર્પોરેશનને ફરિયાદ કરી હતી. રહીશોએ ઘણો વિરોધ કર્યો છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. શાળાના બાંધકામને તોડી પાડી જૂના વૃક્ષો કાપી કોમ્પલેક્સ અને ફ્લેટ બનાવાતા લોકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો.
સંકલન સમિતિમાં અધિકારી ડો. લગધીર દેસાઈએ કહ્યું કે, જમાલપુર-ઉર્દુ શાળા નંબર 3-4 ઘણા વર્ષો જૂની હતી. પરંતુ આ કોર્રપોરેશનની માલિકીની નથી. ઉર્દુ શાળા 9-10નો કબ્જો 21 વર્ષ પહેલા મ્યુનિ. સ્કૂલ બોર્ડે ઠરાવ કરી 29-03-1003ના રોજ મકાનનો કબ્જો સોંપી દીધો હતો.
આ પણ વાંચો:લાંભા માર્કેટને સબ યાર્ડ તરીકે માન્યતાઃ ખેડૂતોએ હવે જમાલપુર સુધી લાંબા નહી થવું પડે
આ પણ વાંચો:પાકિસ્તાનમાં કેવી રીતે વિદ્યાર્થીઓ ભણે છે? શિક્ષણ પ્રણાલી વિશે જાણો
