ગીર સોમનાથનો હિરણ-2 ડેમ 70 ટકા ભરાતા વેરાવળ-તાલાળાના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવાં તેમજ ઢોર ઢાખર ન લઇ જવા કડક સૂચના આપવામાં આવી છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવક વધતાં હિરણ-2 ડેમ ડીઝાઇન સ્ટોરેજના 70 % એટલે કે આર.એલ. 69.60 મીટર, ઉંડાઇ 7.19 મીટર તથા જીવંત જથ્થો 23.499 એમ.સી.યુ. એમ. જેટલો ભરાયેલ હોય, હિરણ-2 ડેમના હેઠવાસમાં આવતાં ગામોના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવાં તેમજ ઢોર ઢાખર ન લઇ જવા સૂચના આપવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ છે. ભારે વરસાદના પગલે જૂનાગઢનાં સૌથી વધુ 15, જામનગરના 7, રાજકોટના 5, અમરેલીના 4, મોરબીના 2 સહિત 33 ડેમ છલકાયા છે. સોરઠમાં ભારે વરસાદથી મધુવંતિ, આંબાજળ, ઝાંઝેશ્રી, ઉબેણ, ધ્રાફડ, ઓઝત વિપર (શાપુર), ઓઝત વિપર (વંથલી), મોટા જુગરીયા, સાબલી, વ્રમી, બાંટવા ખારો, હસ્નાપુર, ઓઝત આણંદપુર, ઉબેણ કોરાળા, સહિતના ડેમ છલકાયા છે. જયારે હિરણ-1-2, શિંગોળા, મચ્છુન્દ્રી, રાવલ સહિતના 15 ડેમમાં નવા નીરનું આગમન થયું છે.
ડેમનું નિર્ધારીત રૂલ લેવલ 70.75 મીટર જાળવવા કોઇપણ સમયે દરવાજા ખોલવાની આવશ્યકતા ઉભી થશે જેથી સાવચેત રહેવાં જણાવાયું છે. તાલાળા તાલુકાના ઉમરેઠી, માલજીંજવા, સેમરવાવ તેમજ વેરાવળ તાલુકાના ભેરાળા,મંડોર, ઇશ્વરીયા, ઇન્દ્રોઇ, નાવદ્રા, સોનારીયા, સવની, બાદલપરા, મીઠાપુર, કાજલી અને પ્રભાસ પાટણના નીચાંણવાળા વિસ્તારોને સાવધ રહેવા સૂચિત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ Dharoi Dam/ મહેસાણામાં ધરોઈ ડેમ ભરાવવાની તૈયારીમાઃ પાણીની નોંધપાત્ર આવક
આ પણ વાંચોઃ Twitter New Rules/ મસ્કે યૂઝર્સના ટ્વિટ પર લગાવી લિમિટ, ડેટા સ્ક્રેપિંગને વિપરીત કરવા માટે કરી જાહેરાત
આ પણ વાંચોઃ ક્રુઝનું લોકાર્પણ/ અમદાવાદને આજે મળશે નવું નજરાણું, સાબરમતી રિવરફ્રન્ટમાં CM ના હસ્તે તેનું લોકાર્પણ, જાણો શું છે વિગત
આ પણ વાંચોઃ Manipur Violence/ …હિંસા પાછળ મુખ્યમંત્રી બિરેન સિંહે કહ્યું- બધું પૂર્વ આયોજિત લાગે છે
આ પણ વાંચોઃ ગામલોકો બન્યા વાસુદેવ/ એમ્બ્યુલન્સ ન પહોંચી શકી, લોકોએ ગર્ભવતી મહિલાને હોસ્પિટલ લઈ જવા માનવ સાંકળ રચી
